આજે છોટાઉદેપુર તાલુકા પંચાયત સભાખંડ ખાતે ૧૩/૧૪/૧૫ જાન્યુઆરી -૨૦૨૩ માં છોટાઉદેપુર જિલ્લામાં યોજાનાર આદિવાસી એકતા પરિષદ નાં સાંસ્કૃતિક એકતા મહાસંમેલનના આયોજન માટે ની બેઠક યોજાઇ હતી જેમાં
તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા, સામાજિક કાર્યકરો વાલસિંહભાઇ રાઠવા, વિજયભાઈ રાઠવા,શનીયાભાઇ રાઠવા,ગોપાલભાઈ રાઠવા માજી સૈનિક સંગઠન પ્રમુખ, અલ્પેશભાઈ એચ રાઠવા કાવરા, કાંતાબેન ભાયાભાઈ રાઠવા,જીતેન્દ્રભાઈ સામાજીક કાર્યકર ભોરદા,અજીતભાઈ રૂમડીયા,ગુમાનભાઈ રાઠવા ચિસાડીયા જી.પં.સદસ્ય, ભૂતપુર્વ માહિતી નિયામકશ્રી ભાવસિંહભાઈ રાઠવા,અર્જુન રાઠવા, લક્ષમણભાઈ ગ્રાફિક્સ સહિત અન્ય સામાજીક આગેવાનો ઉપસ્થિત રહી આદિવાસી એકતા પરિષદ આયોજીત 30મું આદિવાસી સાંસ્કૃતિક મહાસંમ્મેલન માટે પ્રચાર પ્રસાર બેઠક છોટાઉદેપુર ખાતે તાલુકા પંચાયત સભાખંડમા બેઠક મળી. મહાસંમ્મેલનની પૂર્વતૈયારીના ભાગરૂપે આયોજન સમિતિએ અલગ અલગ પેટા સમિતિઓ બનાવેલ છે તેમની નક્કી કરેલ જવાબદારીઓને અનુરૂપ ચર્ચા કરવામાં આવી. માજી.તા.પં.પ્રમુખ રાજેશ રાઠવાએ રાજકીય રીતે દરેક પ્રતિનિધિઓ અને અન્ય આગેવાનો પાસેથી ભંડોળ એકત્ર કરી સંમ્મેલનને આર્થિક રીતે મદદ કરવાની જવાબદારી લીધી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

