Gujarat

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનો રિપોર્ટ પોઝિટિવ

ગાંધીનગર
વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્‌વીટ કરીને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, ‘કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતાં મેં આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડૉક્ટરોની સલાહ પર હોમ આઇસોલેસન હેઠળ સંપૂર્ણપણે સ્વસ્થ છું. મારા સંપર્કમાં આવેલા તમામ મિત્રોને કાળજી રાખવા વિનંતી કરુ છું.’ મોઢેરા સૂર્યમંદિર ખાતે યોગ કાર્યક્રમમાં તેઓ હાજર હતા. જિલ્લામાં ૫ કેસ નોંધાયા હતા. જેમાં મહેસાણામાં ૨, વિસનગરમાં ૨ અને કડીમાં ૧ કેસ સામે આવ્યો હતો. ૧૧૪ દિવસ અગાઉ ૨૬ ફેબ્રુઆરીએ એક સાથે ૬ કેસ સામે આવ્યા હતા. ૩ દર્દી સાજા થતાં જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ૨૧ થઇ છે. આ સ્થિતિ ૧૧૧ દિવસ અગાઉ ૨ માર્ચના રોજ હતી. આરોગ્ય વિભાગે ૧૧૦૪ સેમ્પલ લઇ લેબમાં પરીક્ષણ અર્થે મોકલ્યા છે.જ્યારે પાટણ જિલ્લામાં પાટણ શહેરમાં એક અને ચાણસ્મા શહેરમાં બે કેસ નોંધાયા હતા. જેમાં ૪ દર્દી સાજા થતાં એક્ટિવ કેસ ૭ થયા છે.રાજ્યમાં ફરી કોરોના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે. કોરોનાના હળવા લક્ષણો જણાતા ઋષિકેશ પટેલે આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઋષિકેશ પટેલ હાલ તેમના ઘરે જ સારવાર લઈ રહ્યા છે. પટેલના કાર્યાલયમાં તેમને મળવા આવનાર અરજદારો માટે માસ્ક ફરજિયાત કરાયું હતું.

Rishikesh-Patels-report-is-positive.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *