ભજન,ભોજન,ભક્તિ સાથે
કરમડ શ્રીજી વિદ્યાધામ,રાણપુરમાં બાલાજી મંદીરે,ગીરનારી આશ્રમે,નાગનેશ મોટા રામજીમંદીર સહીત તાલુકામાં શિષ્યો ગુરૂ નું પુજન કરશે…
હિન્દુ ધર્મ માં ગુરૂપૂર્ણિમાં નુ વિશેષ મહત્વ રહેલુ છે.ગુરૂપૂર્ણિમાં.દિવસે શિષ્ય ગુરૂ પાસે જઈને ગુરૂનું પુજન કરી આશિર્વાદ મેળવે છે.ત્યારે આવતીકાલે તારીખ-13-7-2022 ને બુધવાર ના રોજ સમગ્ર ભારતભર માં ગુરૂપૂર્ણિમાં ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકા માં ઠેર-ઠેર ગુરૂપૂર્ણિમાં ની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવશે.રાણપુર તાલુકામાં કરમડ શ્રીજી વિદ્યાધામ ખાતે પૂ.શ્રીજીસ્વરૂપ સ્વામી નિશ્રામાં,રાણપુરમાં બાલાજી મંદીરે પૂ.યોગેશબાપુ નિશ્રામા,ગીરનારી આશ્રમે પૂ.પુરણનાથબાપુ ની નિશ્રામાં,નાગનેશ મોટા રામજીમંદીરે પૂ.પતિતપાવનદાસજીબાપુની નિશ્રામાં ગુરૂપૂર્ણિમાં ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં ગુરૂપૂજન,પાદુકા પૂજન,મહાપ્રસાદ તેમજ રાત્રે સંતવાણી સહીતના કાર્યક્રમો યોજાશે…
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
