Gujarat

ઉધનાની પરણીતા પર દૂષ્કર્મ કર્યા બાદ બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા

સુરત
સુરતના ઉધના વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય પરણીતા પર બળાત્કાર કરી ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી ૩૦ હજાર રૂપિયા પડાવનાર આરોપી સામે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત મળતી માહિતી પ્રમાણે, ઉધના પોલીસ સ્ટેશનની હદમાં આવેલી સંજયનગરમાં રહેતી ૨૫ વર્ષીય પરિણીતાને ૩ સંતાન છે. આ પરિણીતા ઘરની સામેના મકાનમાં બકરા રાખે છે. થોડાં દિવસ પહેલા પરિણીતા ઘરમાં સફાઈ કામ કરતી હતી ત્યારે તે વિસ્તારમાં જ રહેતો અમીન મુલ્લા ખટીક ઘરમાં ઘુસી ગયો હતો અને તેની પર બળજબરી પૂર્વક બળાત્કાર કર્યો હતો. ‘કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશ.’ ત્યાર બાદ પરણીતાને ફોન પર કહ્યું હતું કે, ‘મારી પાસે તારા ન્યૂડ ફોટા છે જાે મને ૩૦ હજાર રૂપિયા નહીં આપે તો ફોટો વાઈરલ કરી દઈશ.’ ત્યાર બાદ પરણીતા દ્વારા તેનો નંબર બ્લોક કરી દેવામાં આવ્યો હતો. એટલે ૨૧મી જુલાઈના રોજ પરિણીતા ઘરની બહાર આવતા તેને છેડતી કરી હતી. અમીનથી કંટાળીને પરણીતાએ આખરે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *