ઉનાના સોંદરડીમાં આવેલ સ્મશાન ગૃહની આજુબાજુ વૃદ્ધ પોતાનાં માલઢોર ચરાવતા હતા. ત્યારે અચાનક જંગલી ભૂંડના સામેથી આવી જઈ વૃદ્ધ પર હુમલો કરી દેતા ગંભીર રીતે ઈજાગ પહોચી હતી. જેથી વૃદ્ધને તાત્કાલિક ઉના હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે.
સોંદરડી ગામે આવેલ સ્મશાન ગૃહની બાજુમા માલઢોર ચારાવતા વૃદ્ધ પુનાભાઈ લખમણભાઇ જોગડિયાને જંગલી ભૂંડે અચાનક હુમલો કરતા શરીરના હાથ પગ અને વાસાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. જોકે આ વૃદ્ધના માલ ઢોર પશુ ભેંસ એ આ વૃદ્ધને જંગલી ભૂંડના મુખમાંથી બચાવ્યા હતા. અને જંગલી ભૂંડે હુમલો કરી ત્યાંથી નાસી છૂટેલ હતો.
જો કે વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થતાં ઇમરજન્સી 108 મારફતે ઉના ખાનગી હોસ્પિટલને ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે જ્યાં ફોરેસ્ટ વી આર ચાવડા, જે સી ઝાલા રણજીતભાઇ, વલ્કુભાઈ, રામભાઇ સહીત વન વિભાગનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયા હતા. અને ઇજાગ્રસ્ત વૃદ્ધની વિગતો મેળવી હતી. હાલ આ ઘટના બનતા પોલીસ તેમજ વન વિભાગ સ્ટાફ સ્થળ પર દોડી ગયેલ હતો.


