Gujarat

ઉનાના માણેકપુર ગામે બેફામ વેચાતાં દારૂ બંધ કરાવવા પંચાયતની માંગણી.. દારૂનાં દુષણ એ અનેક પરીવારના માળા વિખયા છે, નાની ઉંમરે દારૂનાં વેસનનાં કારણે શિક્ષણનું સ્તર ઘટયુ…

ઊના  –  ઉના તાલુકાના દરીયાઇ સીમા નજીક આવેલા એક દાયકા પહેલાં દેશી દારૂ બનાવવાનું મુખ્ય હબ ગણાતું માણેકપુર પુર ગામ આજના સમયમાં ઘણુજ યુવાધનના કારણે સુધારા તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ હજુ પણ આ ગામમાં માછીમારી વ્યવસાય અને મજુર વર્ગના લોકોમાં દારૂની ટેવ હોવાથી અસમાજીક પ્રવૃત્તિ કરનારા ઘણાં બુટલેગરોને ત્યાં દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોય અને તે દારૂ તાલુકાના અન્ય ગામોમાં સપ્લાઈ કરવામાં આવી રહ્યો છે. ગામમાં દારૂનાં વેચાણનાં કારણે નશાખોર શાંતિને જોખમમાં મુકી બેફામ બની રહ્યાં છે. બે થી ત્રણ દાયકામાં અનેક મહિલાઓ નાની ઉંમરે વિધવાઓ બની ગઈ છે. અનેક પરિવારો અસ્તવ્યસ્ત બની ગયા છે. નાનાં બાળકો અભ્યાસ છોડીને દારૂ જેવાં દુષણો પાછળ દોડી રહ્યાં હોવાનાં કારણે શિક્ષણનું સ્તર ઘટયુ છે. નવાની લતનાં કારણે અકસ્માત સર્જાતાં હોવાથી અનેક જીંદગી ગુમાવી છે. તેમ છતાં દારૂના ચાલતાં ભઠ્ઠા બંધ કરાવવા પોલીસ નિષ્ફળતા દેખાડી રહી હોવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.

તાજેતરમાં બરવાળા તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં સર્જાયેલ કેમિકલ્સ લઠ્ઠાકાંડનાં કારણે અનેક જીંદગી છીનવાતા તેની અનેક ગામોમાં અસરકારક નોંધ લેવાયેલ હોય તેમ ગ્રામિણ ક્ષેત્રે યુવાનો જાગૃત બનીને આવાં દારૂના અડ્ડા બંધ કરાવવા સાથે બહાર આવી રહ્યાં છે અને ગ્રામ પંચાયત દ્વારા પણ પંચાયત ધારા હેઠળ મળેલી સતાનો ઉપયોગ કરીને દારૂનું કાયમી વેંચાણ બંધ કરાવવા સંકલ્પ કરે છે. ઉના તાલુકાના દરિયાકાંઠા વિસ્તારોમાં આવેલ માણેકપુર ગામનાં મહિલા સરપંચ ભાનુબેન લાખાભાઇ રાઠોડ દ્વારા ઊના મામલતદાર કચેરી અને નવાબંદર મરીન પોલીસ તેમજ ધારાસભ્ય પુંજાભાઈ વંશને પત્ર લખીને રજુઆત કરવામાં આવી છે કે માણેકપુર ગામે ખુલ્લે આમ વેચાતાં દેશી દારૂ, ઈંગ્લીશ દારૂનાં પીઠા તાત્કાલિક અસરથી બંધ કરાવવામા આવે નહિતર ગ્રામ પંચાયતને સરકારી કાયદાકીય કલમ ૯૯ હેઠળ મળેલી સતાનો અમલ કરી ગામ લોકોનાં હિતમાં આવાં દારૂના અડ્ડા પંચાયત સરપંચ સદસ્ય અને લોકોને સાથે રાખી કામગીરી કરશે. અને કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી ઉભી થાય તે પહેલાં આવાં દારૂના ધંધાર્થીઓને ડામી દેવા માંગણી કરી છે..

 

 

માણેકપુર-ગામ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *