Gujarat

ઊનામાં આપ પાર્ટી દ્રારા રાસ ગરબામાં ૧૮ ટકા જી એસ ટી બાબતે સરકાર વિરૂધ સુત્રોચાર કર્યો.

ઊના – સરકારે રાસ ગરબામાં ૧૮ ટકા જી એસ ટી લગાવવામાં આવ્યો છે તે બાબતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્રારા હોડીંગ સાથે સુત્રોચાર કરી ઊના ટાવર ચોક ખાતે સરકાર વિરૂધ સુત્રોચાર કરવામાં આવેલ હતા.

ગીરસોમનાથ જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઇ બલદાણીયા સહીતના કાર્યકરો એ રાસ ગરબામાં ૧૮ ટકા જીએસટીના વિરોધમાં ઉના ટાવર ચોક ખાતે હાથમાં હોડીગ સાથે સરકાર વિરૂધ સુત્રોચાર કરેલ જેમાં હરેશભાઇ બલદાણીયાએ જણાવેલ કે ગુજરાત સરકારે ગુજરાતની ઓળખ એવા રાસ ગરબામાં ૧૮ ટકા જી એસ ટી લગાવવામાં આવ્યો છે તે ખરેખર હિન્દુ સંસ્કૃતિનું અપમાન છે આજે આઇ પી એલ ઉપર ટેક્ષ ફ્રિ કરી દેવામાં આવ્યો છે. અને રાસ ગરબા ઉપર ૧૮ ટકા ટેક્ષ લગાડ્યો છે આ બાબતે સરકારે પુનઃ વિચારણા કરવી જોઇએ. અને આ ટેક્ષ પાછો ખેચવો જોઇએ. આ બાબતે આમ આદમી પાર્ટી દ્રારા સરકાર વિરૂધ સુ્ત્રોચાર કરવામાં આવેલ હતો..

આમ-આદમી-પાર્ટી-દ્રારા-ગરબામાં-૧૮-ટકા-જી-એસ-ટી-લગાવવામાં.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *