Gujarat

ઉનાની કન્યા શાળામાં વિદ્યાર્થીનીને ટી ડી વેક્સિન આપતા બેભાન થઇ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી… સારવાર માટે વિદ્યાર્થીનીને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી..

ઉનાના મોઠા ગામે રહેતી અને ગાંધી કન્યા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન આપવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીની બેભાન થઈ જતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. વિદ્યાર્થીનીને સારવાર અર્થે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતી.

 

મોઠા ગામે રહેતી અને ધો.10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શીતલબેન કામળીયા ઉના કે વી સ્કુલમાં સવારે અભ્યાસ માટે આવી હતી. અને આરોગ્ય વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓ ને ટી ડી નેશનાં ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં. જેમાં આ વિધાર્થીની ને ટી ડી નેસનું વેક્સિન આપવામાં આવેલ હતું. અને થોડીવારમાં તેની તબિયત બગડતા શાળામાંથી શિક્ષક દ્વારા વાલીને જાણ કરી હતી. જેથી તેમનાં પરિવારજનો ઘરે લઈ ગયાં હતાં. જોકે ઘરે પણ તબિયત વધુ બગડતા તાત્કાલિક ઇમરજન્સી 108 ને જાણ કરી એમ્બ્યુલન્સમાં ઉના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ. અને આ બાબતની જાણ તાત્કાલીક આરોગ્ય વિભાગને કરતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. અને વિદ્યાર્થીનીને સારવાર કરવામાં આવી હતી. અને વધુ તપાસ માટે ખાનગી ડોકટરને બોલાવવામાં આવ્યા હતા. જોકે સારવાર બાદ વિદ્યાર્થીની ભાનમાં આવી જતાં તેમનાં પરિવારજનોએ હાશકારો લીધો હતો.

 

બોક્ષ્ – ડરના કારણે આવી ઘટના બનતી હોય છે…તા.હેલ્થ ઓફીસર..ડુમાર..

 

ઊના તાલુકા હેલ્થ ઓફીસર વિપુલ ડુમારે જણાવેલ હતુ કે સરકારના પ્રોગ્રામ અંતર્ગત ટી ડી વેક્સીન જે બેક્ટરીયા અને ધનુર સામે રક્ષણ આપે છે. તેનો પ્રારંભ તા. ૧ ઓગષ્ટથી ચાલુ કર્યુ છે આજે કે વી સ્કુલમાં વેક્સીનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ૧૨૦ વિદ્યાર્થીને ટી ડી નું વેક્સીન આપવામાં આવેલ હતું.. જેમાં ધો.૧૦માં અભ્યાસ કરતી શિતલબેન કામળીયા ઉ.વ.૧૫ ને વેક્સીન આપ્યા પછી અચાનક ગભરામણના કારણે એ બેભાન થઇ ગયા હતા. તેને સરકારી હોસ્પીટલે સારવાર માટે લઇ આવ્યા છે હાલ તેની સ્થિતી સારી છે. અને અન્ય ડોક્ટરને પણ બોલાવી ટ્રીટમેન્ટ કરાવી છે. આ ઘટના માનસીક રીતે ઘણા લોકો ડરના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે હાલ આ વિદ્યાર્થીની તબીયત સારી હોવાનું જણાવેલ હતું.

 

 

ઉનાની-કન્યા-શાળામા-વિદ્યાર્થીને-વેક્સિન-આપતા-બેભાન-થતા-આરોગ્ય-વિભાગમાં-દોડધામ-મચી.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *