ઉના
નવાબંદર મરીન પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે કોબ ગામમાં રાત્રીનાં સમયે રેઈડ કરતા જાહેરમાં તીપત્તીનો જુગાર રમતા જગદિશ સોમાભાઇ સોસા, નરેશ કિશનભાઇ પરમાર, વિપુલ ચનાભાઇ મકવાણા, સલીમ ઇબ્રાહીમ મન્સુરી, મુસ્તાક નથુમિયાભાઇ સિરાજી, તોસિફ સબ્બીરભાઇ મન્સુરી, ગોવિંદ માલાઇ ગોહિલ, સંદિપ અરજણભાઇ પરમાર, કિશોર માલાભાઇ ગોહિલ, અનિલ બાલુભાઇ ગોહિલ, રમેશ હમીરભાઇ રાઠોડ, રાજુ દિલીપભાઇ રાઠોડ, સાહીલ ઇકબાલભાઇ મન્સુરી, રહે. બધા કોબ આ તમામ શખ્સોને કુલ કિ.રૂ.૧૯,૮૭૦ના મુદ્દામાલ સાથે ૧૩ શખ્સોને પકડી પાડી નવાબંદર મરીન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ ઊપરાંત ગીરગઢડા બોડિદર ગામે આવેલ નવાપરા વિસ્તાર પાસે ચોકમાં જુગાર રમતા ભરત ભીમા રાઠોડ, દિલીપ મેણસી બાંભણીયા, નરેશ કરશન મોરાસિયા આ ત્રણ જુગારીઓને રૂ.૧૧ હજારના મુદ્દામાલ સાથે ગીરગઢડા પોલિસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ નવાબંદર અને ગીરગઢડા પોલિસે કુલ રૂ. ૩૦ હજારનો જુગાર સાથે ૧૬ને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.ઉનાના કોબ ગામે જાહેરમા જુગાર રમતા ૧૩ શખ્સોને નવાબંદર મરીન પોલીસે પકડી પાડયા હતા. તેમજ ગીરગઢડા પોલિસે બોડીદર ગામેથી ત્રણ જુગારીઓને પકડી પડેલ આમ કુલ ૧૬ શખ્સો જુગાર રમતા રૂ. ૩૦ હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


