વલસાડ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતો એક શ્રમિક પરિવારના સભ્યો કંપનીમાં છૂટક મજૂરી કરવા ગયા હતા. ત્યારે સગીરા તેના ભાઈ સાથે ઘરે હતી. આ દરમિયાન સગીરાએ તેના ભાઈને નજીકમાં આવેલા દરિયા કિનારે સાહેલગાહ માણવા જાવ છું કહી ઘરેથી નીકળી હતી. સગીરાના માતા-પિતા મજૂરી કામ કરી ઘરે પરત ફરતા સગીરા ઘરે હાજર મળી આવી ન હતી. જેથી સગીરાના ભાઈને સગીરા અંગે પૂછપરછ કરતા સગીરા દરિયા કિનારે ફરવા ગઈ હોવાનું જણાવ્યું હતું. સગીરાના માતા-પિતા નજીકમાં આવેલા દરિયા કિનારે જઇ ચેક કરતા સગીરા દરિયા કિનારે મળી આવી ન હતી. જેથી સગીરાની બહેનપણી તેમજ પરિવારના સગા સંબંધીઓને ત્યાં સગીરાની શોધખોળ હાથ ધરી હતી. જાેકે, સગીરા ક્યાંય મળી ન આવતા સગીરાના માતા-પિતા અને પરિવારના સભ્યો ચિંતામા મુકાયા હતા. ત્યારે સગીરાના પિતાએ નજીકના પોલીસ મથકે કોઈ અજાણ્યા ઈસમોએ સગીરાને લલચાવી-ફોસલાવી સગીરાનું અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતા શ્રમિક પરિવારની ૧૬ વર્ષીય સગીરા દરિયા કિનારે ફરવા જાઉં છું કહી ઘરે પરત આવી ન હતી. જેથી સગીરાના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. સગીરાની કોઈ ભાળ ન મળતા સગીરાના પિતાએ નજીકના પોલીસ મથકે સગીરના અપહરણની ફરીયાદ નોંધાવી હતી.


