ભુજ
ભગવાન જે માનવીને અંગ આપ્યા છે. તે અંગ માનવ મૃત્યુ પછી પણ દાન કરી શકે છે. અંગદાન કરવા માટે અને અંગદાનનો શું મહત્વ છે તે માટે ગાંધીધામ એક કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું તે જે લોકોએ અંગદાન કર્યા છે. તેવા પરિવારનો સન્માન નીમાબેન આચાર્ય અને દિલીપ દેશમુખ, ધવલ આચાર્યની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને અંગદાન કેટલું જરૂરી છે તે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. દિલીપભાઈ દેશમુખ દ્વારા અંગદાન અવરનેશ માટે ગુજરાત અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે અને અંગદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યું છે. દિલીપભાઈ દેશમુખે વધુમાં જણાવ્યું કે, અંગદાન કરવા માટે લોકોમાં એક ભ્રમ છે ધાર્મિક ભ્રમ છે તો ડોક્ટરનો ભ્રમ છે. અંગો ક્યાંક વિચાઈ જશે તેવા લોકોમાં ભ્રમ છે. આવા ભ્રમ દૂર કરવામાં માટે અમારો પ્રયાસ છે અને લોકો વધુમાં વધુ અંગદાન કરે અને બીજા લોકોને પણ તેવોના અંગ કામ આવી શકે અને કોઈ બીજા માણસને નવી જિંદગી મળી શકે તે માટે લોકોએ પણ અંગદાન કરવું જાેઈએ. માનવીના મૃત્યુ થયા પછી પણ ૬ જેટલા ભાગો જે બીજા માનવીને ઉપયોગી થઇ શકે છે. એટલે આપડે બધા ભેગા થઈ અંગદાન માટે જાગૃતિ લાવીએ અને લોકોના ભ્રમ દૂર કરીએ એ ઉદ્દેશ થી ગુજરાત ભરમાં અંગદાન માટે કાર્યક્રમ કરવામાં આવી રહ્યું છે.અંગદાન-મહાદાનના સૂત્ર દ્વારા વધારેમાં વધારે લોકો અંગદાન કરે તે માટેની લોક જાગૃતી અંતર્ગત ગાંધીધામ શહેરમાં અંગદાન અંગે એક વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક કાર્યકર દ્વારા આયોજિત જાહેર કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ વેળાએ અંગદાન કરનાર પરિવારના સભ્યોનું અનેરા પરોપકાર બદલ આયોજકો દ્વારા વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. અંગદાન વિશે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગીક ઉદબોધન આપવામાં પણ આવ્યું હતું. અંગદાન એ મહાદાન કરવામાં આવે છે.


