Gujarat

ઊનાના સામતેરની આંગણવાડીનું ઉધ્ઘાટન થઇ તે પહેલા ભ્રષ્ટાચારના અંધાણ સામે આવ્યા..

 

સામતેરના ઉપસરપંચે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરર્યો..

ઊનાના સામતેર ગામમાં ગુલાબનગર વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નં.૩ નું બાંધકામ કામ નબળુ હોવાથી બાળકોના જીવનું જોખમ મંડાય રહ્યુ છે. જોકે હાલ આ આંગણવાડી કેન્દ્રનું બાંધકામ નવુ હોય તે પણ ઉઘ્ઘાટનના વાંકે પડેલ હોવાના આક્ષેપ સાથે ગામના ઉપસરપંચ સંજયભાઇ ગોહીલે તપાસ કરવા માંગણી કરેલ છે. સામતેર આંગણવાડી કેન્દ્ર નં.૩ નું બાંધકામ સાવ નવુ હોય ત્યાં ઉપસરપંચ સંજયભાઇ ગોહીલે જાતે કેન્દ્ર પર જઇ તપાસ કરતા નવીજ બનાવેલ આંગણવાડી ઓરડાના બહારના ભાગે સ્લેબના બીમ તેમજ નીચે લાદીમાં તિરાડો પડી ગયેલ હોય આથી આ બાંધકામમાં મોટો ભ્રષ્ટાચાર થયેલ હોવાનો આક્ષેપ કરેલ અને બાળકોના જીવનું જોખમ મંડાય રહ્યું હોવાનું દેખાય આવે છે. અને આ આંગણવાડીનું હજુ ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યુ નથી. કે તેમાં બાળકોને પ્રવેશ શરૂ કરવામાં આવેલ નથી ત્યાંજ બહારથી ભ્રષ્ટાચારના અંધાણ સામે દેખાય રહ્યાં હોવાના આક્ષેપ સાથે તંત્ર દ્રારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉપસરપંચે કરેલ છે.

-ગામે-નવી-આંગણવાડીનું-કામ-નબળું-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *