ઊનાના પાતાપુર ગામની સીમ વિસ્તાર માંથી કારમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી આધારે પોલીસે બોલેરો કારમાંથી અલગ અલગ વિદેશ દારૂની બોટલોના મુદામાલ પકડી પાડેલ હતો. જ્યારે કાર ચાલક કાર મુકી નાશી ગયેલ હોય તેની પોલીસે તપાસ હાથ ધરેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉમેજ ગામે રહેતો દિપુ ઉર્ફે દીપસિંહ ઉકા જાદવએ બોલેરો કાર નં. જી.જે.૦૩ બીવી ૬૯૯૮ માં દારૂનો મોટાપાયે જથ્થો મંગાવેલ હોય જે દારૂ અમરેલી થી બેડીયા ગામે થઇ ઉમેજ ગામે લઇ આવતો હોવાની સંયુક્ત બાતમી આધારે પી.આઇ એમ યુ મસીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે વી ચુડાસમા, કે એન બાકીયા, સર્વલન્સ ટીમના એચ આર ઝાલા, પી પી બાંભણીયા, ધર્મેન્દ્રસિંહ ગોહીલ, નિલેશ છગનભાઇ, ભીખુશા બચુશા, જશપાલસિંહ પ્રતાપભાઇ, સહીતની ટીમે દારૂ ભરેલો બોલેરો કાર ઉમેજ નજીક પાતાપુર ગામની રાવલ નદીનાં કાંઠે સીમ વાડી વિસ્તારમાં હોય જેમાં તપાસ કરતા વિદેશી દારૂની પેટીઓમાં અલગ અલગ બ્રાન્ડની બોટલો નં. ૨૦૬૪ મળી આવી હતી. અને બોલેરો કાર સહીત કુલ કિ.રૂ. ૯ લાખથી વધુનો મુદામાલ કબ્જે કરેલ જ્યારે બોલેરો કારનો ડ્રાઇવર પોલીસને જોઇ નાશી છુટ્યો હોય અને આ દારૂનો જથ્થો દિપુ ઉર્ફે દીપસિંહ ઉકા જાદવે મંગાવેલ હોવાનું જાણવા મળતા પોલીસે આ શખ્સ અને કારના ડ્રાઇવરને ઝડપી પાડવા તપાસ હાથ ધરેલ છે.


