Gujarat

ઊનાના પાણખાણ ગામના પરણિત શખ્સે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું

૬ વર્ષથી અલગ અલગ જગ્યાએ લઇ અવાર નવાર મરજી વિરૂધ દુષ્કર્મ ગુજારેલ..

ગીરગઢડાના જરગલી ગામે સાત વર્ષ પહેલા સમુહ લગ્નમાં પાણખાણના શખ્સ સાથે આંખ મળી ગયેલ અને ત્યાર બાદ પ્રેમસંબંધ બાંધી અને યુવતીને અવાર નવાર અલગ અલગ જગ્યાએ લઇ જઇ લગ્ન કરવાની લાલચ આપી તેની મરજી વિરૂધ દુષ્કર્મ આચરેલ. અને આ વાત કોઇને કહીશ તો તને તથા તારા ભાઇને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હોય આ બાબતે યુવતીએ અંતે પરણીત શખ્સ વિરૂધ ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવેલ.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઊનાના પાણખાણ ગામે રહેતો ભગીરથ ઉર્ફે ભગવતસિંહ ઘેલુ ગોહીલ સાત વર્ષ પહેલા જરગલી ગામે સમુહ લગ્નમાં ગયેલ હોય ત્યાં ગીરગઢડા તાલુકાના જરગલી ગામની યુવતી ઉ.વ. ૨૪ સાથે આંખ મળી ગયેલ અને બન્ને વચ્ચે ૬ વર્ષથી પ્રેમસંબંધ બાંધાયેલ અને એક બીજા ફોનમાં વાત કરતા અને આ શખ્સે અવાર નવાર અલગ અલગ જગ્યા ફરેડા ગામની સીમ જંગલ વિસ્તારમાં, દ્રોણેશ્વર રોડ પર આવેલ ખોડલ ફાર્મમાં લઇ જઇ લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચરેલ અને યુવતીને કહેલ કે આ બાબતે કોઇને કહીશ તો તને અને તારા ભાઇને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હોય આ બાબતે યુવતીએ પરણીત શખ્સ વિરૂધ્ધ દુષ્કર્મ કર્યાની ફરીયાદ ગીરગઢડા પોલીસમાં નોધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *