Gujarat

છોટાઉદેપુરના વસેડી ગામે ચારિત્ર્યની શંકા સેવી ગળા ફાંસો આપી પત્નીને મોતને ઘાટ ઉતારી પતિ ફરાર

છોટાઉદેપુર તાલુકાના વસેડી ખાતે રહેતો મૂળજીભાઈ ચીમનભાઈ વણકરના લગ્ન ઘેલવાટ ખાતે રહેતા હંસાબેન સાથે થયા હતા. તેઓના સફ્ળ લગ્ન જીવનના ફળસ્વરૂપે બે પુત્રો થયા હતા. જેઓની ઉંમરે બાળપણનો ઉમરો પાર કર્યો નથી. અચાનક ફળ જીવનમાં કંકાસ શરૂ થયો. અને પતિ-પત્ની વચ્ચે વારંવાર ખટરાગ ઊભા થયા કરતો હતો જેનો મુખ્ય કારણ પતિ મૂળજીભાઈ પોતાની પત્નીના
ચારિત્ર્ય ઉપર શંકા રાખતો હતો. અને વારંવાર આ બાબતે પત્ની સાથે ઝઘડો કરી માર મારતો હતો. અને અઢી માસ અગાઉ પણ મરણ જનાર હંસાબેન પતિના મારઝૂડના કારણે પોતાના પિયર જતી રહી હતી. પતિના વારંવારની ફોન  દ્વારા બોલાવવાથી હસાબેન પોતાના બાળકોના ભવિષ્ય માટે ત્રણ દિવસ અગાઉ પતિના ઘરે ગઈ હતી. રાત્રી એ આ બાબતે ફરી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પતિ મૂળજીભાઈ એ પત્ની
હંસાબેનને ચારિત્ર્ય ઉપર શંકા રાખી તેને ઓઢણી નો ગળેટૂંપો દઈ મારી નાખી હતી. અને પતિ સ્થળ છોડી નાસી છૂટયો હતો. આ અંગે હંસાબેન ના ભાઈ મહેન્દ્ર ભાઈ વાલજીભાઈ વણકર રહેવાસી ઘેલવાટ છોટાઉદેપુર પોલીસ મથકમાં આ બાબતની ફરિયાદ નોંધાવતા છોટાઉદેપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એમ. કામલીયા હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *