ઊના – ઊનાના સામતેરમાં 73 માં પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાએ ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો કાર્યક્રમ ઉના તાલુકાના સામતેર ગામે નાયબ મામલતદાર વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો. જેમાં પોલીસ સ્ટેશનના પી.આઈ વી એમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ ગળચર પરેડની કમાન સંભાળી હતી. જેમાં પોલીસ સ્ટાફ, હોમગાર્ડ જવાનો પરેડમાં હાજર રહ્યા હોય આ પ્રસંગે પી આઈ વી. એમ. ચૌધરી તેમજ હોમગાર્ડ કમાન્ડર કૈલેષ ભટ્ટ દ્વારા રિટાયર થયેલા હોમગાર્ડ જવાનોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ હોમગાર્ડ જવાન અને જીઆરડી જવાનને શ્રેષ્ઠ કામગીરી બદલ સિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સન્માનિત થયેલા હોમગાર્ડ જવાન અને જીઆરડી જવાનોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આમ ૭૩માં પ્રજાસત્તાક દિનની ઉજવણી તાલુકાની શાળાઓમાં કરવામાં આવેલ હતી.
તેમજ 73 માં પ્રજાસત્તાકની ઉજવણી ઉના તાલુકા કેળવણી મંડળ સંચાલિત મહિલા આર્ટસ કોલેજ તથા ગાંધી કન્યા વિદ્યાલયના પટાંગણમાં કરાય હતી. આ કાર્યક્રમમાં ધ્વજવંદન ચંદ્રેશભાઈ જોશી (રાધે) સભ્ય તાલુકા કેળવણી મંડળ તેમજ ઉપપ્રમુખ ઉના નગર પાલિકાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તાલુકા કેળવણી મંડળના પ્રમુખ જીતેન્દ્રભાઈ શેઠ ટ્રસ્ટીઓ તેમજ મહિલા કોલેજના તથા કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ તેમજ સમગ્ર સ્ટાફ અને સંસ્થાની દિકરીઓ ધ્વજવંદન કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. કાર્યક્રમનું સંચાલન મહિલા કોલેજના શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક ડો. લલિત બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું.


