૨૩ પ્રવાસી શિક્ષકોના કરાર માત્ર માસ સુધી કરેલ હતા..
ઊના -સૈયદ રાજપરા ગામે આવેલ પ્રા.શાળામાં ૧૪૦૦ જેટલા છાત્રો અભ્યાસ કરતા હોય આ શાળામાં શિક્ષકોની ઘટ હોવાથી હાલ પુરતી ૨૩ પ્રવાસી શિક્ષકોને માત્ર એક માસ સુધી કરાર કરેલ હોય જેથી બાળકનું ભણતર બગડી રહ્યુ છે. જેના કારણે શાળામાં ઘટતા શિક્ષકોની તાત્કાલીક ભરતી કરો નહીં તો પ્રવાસી શિક્ષકોના કરાર રિન્યુ કરી જ્યા સુધી કાયમી શિક્ષકોની ભરતી ન થાય ત્યા સુધી પ્રવાસી શિક્ષકોને રાખવા સરપંચ ભરતભાઇ કામળીયાએ શીક્ષણ મંત્રીને રજુઆત કરી હતી.
સૈયદરાજપરા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ હોવાથી પુરતા શિક્ષકોની ભરતી કરવા રજુઆત કરેલ હોય ત્યારે પરંતુ સરકાર દ્રારા સૈયદ રાજપરા પ્રાથમિક શાળામાં ૨૩ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવેલ છે. પરંતુ આ પ્રવાસી શિક્ષક ફક્ત એક મહીના માટે જ નિમણુંક આપવામાં આવેલ છે તેથી જ્યા સુધી આ શાળામાં ઘટતા તમામ શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરવામાં ન આવે ત્યાં સુધી હાલ ભરતી કરેલ તમામ પ્રવાસી શિક્ષકોના કરાર રીન્યુ કરવામાં આવે જેથી અહી શાળામાં અભ્યાસ કરતા ૧૪૦૦ જેટલા છાત્રોનું ભણતર ના બગડે અથવા તાત્કાલીક ધોરણે કાયમી શિક્ષકોની ભરતી કરી તાત્કાલીક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવી સરપંચ ભરતભાઇ કામળીયાએ રાજ્ય શિક્ષણમંત્રીને લેખિત રજુઆત કરી માંગણી કરેલ છે.
