ઊનાના સનખડા ગામમાં મજુરી કામ કરતા પરીવાર પોતાનું ગુજરાન ચલાવવા કોઇ આજીવિકાનું સાધન ન હોય ત્યારે ગામમાં નરેગા યોજના હેઠળ દરખાસ્ત કરી તાત્કાલીક કામ ફાળવવામાં આવે તે માટે જીલ્લા પંચાયતના સદસ્યએ રજુઆત કરી માંગણી કરી હતી. સનખડા ગામે દશ થી હજારની વસ્તી ધરાવતા આ ગામમાં મોટાભાગના ગરીબ પરીવારના લોકો મજુરી કામ કરતા હોય છે. અને પોતાનું જીવન નિર્વાહ માટે આવકનો સ્ત્રોત ન હોય તેવા લોકોને રોજીરોટી મળી રહે તે માટે સનખડા ગામના લોકોને રોજગાર મળી રહે તે માટે મનરેગા (નરેગા) યોજનાનું કામ તાત્કાલીક ફાળવવામાં આવે તેવી મજુરોની માંગણી ઉઠી રહી હોય આ બાબતે ગરીબ મજુરો માટે કામ તાત્કાલીક અમલવારી થાય તેને ધ્યાને રાખી નરેગા યોજનાને લાગતા વળગતા અધિકારીને દરખાસ્ત કરવાની માંગ સાથે જીલ્લા પંચાયતના સદસ્ય વીરાભાઇ ઝાલાએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી માંગણી કરેલ છે.
