ઊના ભાવગર હાઇવે પર કાણકબરડા ગામના પાટીયાથી સામતેર સુધી છેલ્લા ચાર વર્ષથી બિસ્માર હાલતમાં હોય જેના કારણે હજારો વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યાં છે. ત્યારે આ રસ્તો બિસ્માર હોવાના કારણે ધુળની ડમરીઓ ઉડતી હોવાનો અહેવાલ અખબારમાં પ્રસિધ્ધ થતાં હાઇવે ઓથોરીટી દ્રારા આ રોડ પર પાણીના ટેન્કર મારફતે પાણીનો છટકાવ કરવામાં આવેલ છે. જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આ રસ્તાને રીપેરીંગ કરવાને બદલે પાણીનો છટકાવ કરી સંતોષ માની લેતા હોવાનો ઘાટ જોવા મળેલ..


