Gujarat

ઊનામાં ગીરગઢડા રોડ પર આવેલ સોસાયટીમાં પાર્કિગ કરેલ ટ્રાવેલ્સ માંથી બે બેટરીની ચોરી થઇ

 

ઊના ગીરગઢડા રોડ પર આવેલ ૮૦ ફુટ રોડ તુલસીધામ સોસાયટી વિસ્તારમાં ગરબી ચોક પાસે બે માસ પહેલા સીતારામ ટ્રાવેલ્સ બસ નં.જીજે ૧૪ ઝેડ ૦૯૪૫ પાર્કિગ કરેલ હતી. અને બસ માલીક વિનયકુમાર દુર્લભદાસ નિમાવતે બસનો સ્લેફ મારતા બસ શરૂ ન થતાં બસની તપાસ કરતા તેમાં રહેલી બેટરી કોઇ અજાણ્યા તસ્કરોએ બસની બે બેટરી કિ.રૂ.૧૦ હજારની ચોરી કરી નાશી છુટ્યા હોય આ અંગેની જાણ બસ માલીક વિનયકુમાર દુર્લભદાસ નિમાવતે પોલીસમાં અજાણ્યા શખ્સ વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *