ઊના શહેરમાં દેલવાડા રોડ પર આવેલ શ્રીનગર સોસાયટીમાં આવેલ ખેતરપાળ દાદાના સાનિધ્યમાં દર વર્ષની જેમાં આ વર્ષ પણ ગાયત્રી હવન તેમજ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવેલ હતું. અને બપોરના મોટી સંખ્યામાં આવેલા ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો. સાંજના સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ ખેતરપાળ દાદા મિત્ર મંડળના સેવા ભાવી યુવાનોએ ભારે જહેમત ઉઠાવી ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવી ધન્યતા અનુભવી હતી…


