૧૨ ટકા જીએસટી વધારાથી નાના મધ્યમ વર્ગ તથા ખેડૂતોને મોંઘવારીનો માર પડશે.
ઊના – સરકાર દ્રારા ફુટવેર (પગરખા)માં જીએસટી ૧૨ ટકાનો વધારો કરી દેવાતા હાલ નાના, મજુર વર્ગ અને ખેડૂતોને મોંઘવારીનો માર સહન કરવાનો વખત આવી જશે. આમ જીએસટી વધારા મુદે વિરોધ વ્યક્ત કરી ઉના ફુટવેર (પગરખા)ના વેપારીઓ મોટી સંખ્યામાં એકત્ર થઇ પ્રાંત કચેરી ખાતે ડે.કલેક્ટરને લેખિત રજુઆત કરેલ.
ઊનામાં ફુટવેર (પગરખા) માં જીએસટી વધારો જીકી દેવાતા નાના મધ્યમ અને ખેડૂત વર્ગને મોંઘવારીનો માર સહન કરવાનો વખત આવી ગયો છે. જ્યારે ૮૫ ટકા વર્ગ મજુર, ખેડૂત, તેમજ મધ્યમ વર્ગના લોકો રૂ. ૧ હજાર કિંમતથી નીચેની પગરખા ખરીદી કરી પહેરતા હોય છે. તેમાં પણ જીએસટી વધારાના કારણે પગરખા સાવ મોંઘાદાટ થઇ જશે. હાલમાં કાચા માલ સામાનમાં ૨૦ થી ૨૫ ટકાનો ભાવ વધારો થઇ ગયેલ છે. અને જીએસટી ૫ ટકા માંથી ૧૨ ટકાના વધારો કરતા લોકોને પણ ભારે મોંધા પગરખા ખરીદવા પડશે. પગરખા બનાવતા કારીગરો ગરીબ વર્ગના હોય જીએસટીના વધારાથી નાના કારીગરને ખુબજ ગંભીર અસર પડતી હોય જેના કારણે બે રોજગારી વધશે. જીએસટીના વધારાથી નાના વેપારીને પોતાનો ધંધો બંધ કરવાની નોબત આવશે. અને તેનાથી વેપારી અને કામ કરતા કારીગર બેરોજગાર થશે. આ બાબતે ૧૨ ટકા જીએસટીના વધારા સામે વિરોધ કરી ફુટવેર એસોસીએશન દ્રારા આવેદન પત્ર પાઠવેલ હતું.


