ટ્રાન્જેક્શન કંમ્પલીટ થવા છતાં ખાતામાં જમાં થયા નહીં…
ઊના બેંક મેનેજરે દ્રારા સંતોષકાર જવાબ ન મળતા ગ્રાહકે વેરાવળ બેંકને લેખિત રજુઆત કરેલ, રકમ પરત મળે તેવી માંગ કરી.
ઊના શહેરનાન ગોંદરાચોક વિસ્તારમાં આવેલ એસ બી આઇ બેંક મેઇન શાખાના ગ્રાહક સંદિપભાઇ વાજાએ એટીએમના સીડીએમ મશીનમાં પોતાની રોકડ રકમ રૂ.૪૨,૫૦૦ જમા કરવા ગયેલ જે સીડીએમ મશીનમાં ચાલ્યા ગયા અને ટ્રાન્જેક્શન કંમ્પલીટ થઇ ગયેલ. પરંતુ આ રકમ બેંક ખાતામાં જમા થયેલ નહીં. ત્યાર બાદ ગ્રાહકે બેંકના કર્મચારીને જણાવેલ કે એક ફોર્મ ભરી આપવા જણાવતા તા.૬ એપ્રિલના રોજ સીડીએમ કંમ્પલેનનું ફોર્મ જમા કરાવતા બેંકમાંથી કહેલ કે તપાસ કરી બે પાંચ દિવસમાં તમારી રકમ જમા થઇ જશે. પરંતુ દશ દિવસ થવા છતાં આટલી મોટી રકમ જમા થઇ નહીં જેથી ગ્રાહક ફરી બેંકના કેશીયરને જાણ કરતા તેમણે બેંક મેનેજર પાસે ગયેલ મેનેજરે જણાવેલ હતું કે એવું કોઇ ટ્રાન્જેક્શન થયેલ નથી આથી સંદિપભાઇએ સીસી ટીવી કેમેરાના ફુટેજ ચેક કરવા તેમજ મશીનમાં થયેલ ટ્રાન્જેક્શન તપાસ કરવા કહેતા મેનેજરે મારી પાસે એવો કોઇ ટાઇમ નથી તમારાથી જે થાય તે કરો તેવો ઉડાવ જવાબ આપેલ હોય અને ગ્રાહક નારાજ થઇ નાછુટકે આટલો મોટી રકમ સીડીએમ મશીનમાં ફસાઇ જવા છતાં કોઇ એસબીઆઇ બેંક દ્રારા કોઇ ગંભીર ના લેતા અંતે સંદિપભાઇ વાજા કંટાળી જઇ સ્ટેટ ઓફ બેંક ઇન્ડીયા વેરાવળ જનરલ મેનેજરને લેખિત રજુઆત કરી હતી. આ રકમ તાત્કાલીક તપાસ કરી બેંક ખાતામાં પરત મળી જાય તેવી માંગણી કરેલ.
