ઊના તાલુકા પંચાયતનું વર્ષ 2021/22નું સુધારેલ તેમજ 2022/23નું અંદાજપત્ર સ્વભંડોળ સાથે તાલુકા પંચાયત વિકાસ અધિકારી જાડેજા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ પાંચીબેન સામતભાઈ ચારણીયાના અધ્યક્ષ સ્થાને તા. પં. કચેરીનાં સભાખંડમાં મળેલ સામાન્ય જનરલ સભામાં મુકવામાં આવતા સર્વ ચુંટાયેલા પ્રતિનિધિઓ મંજુર કરવામાં આવ્યું હતું. આ મિટીંગમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ તેમજ કારોબારી સમિતિનાં ચેરમેન અન્ય વિવિધ સમિતિઓના પદાધિકારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા..


