ઊના શહેરમાં મુખ્ય રસ્તા પર વાહનોની સતત અવર જવર ચાલુ રહેતી હોય છે. ત્યારે પોલીસ સ્ટેશનની સામે બે આખલા વચ્ચે દશ થી પંદર મિનીટ સુધી યુધ્ધ છેડાતા રસ્તા પર પસાર થતા વાહન ચાલકોના જીવ તાવડે ચડી ગયા હતા. અને બન્ને સાઇડ વાહન ચાલકો થંભી ગયા હતા. જોકે શહેરના ટાવર ચોક, શાકમાર્કેટ સહીત જાહેર રસ્તા પર ગમે ત્યારે બે આખલા વચ્ચે યુધ થતા હોય છે. ત્યારે લારી તેમજ દુકાનદારોને નુકસાન પહોચાડતા હોવાનું જોવા મળે છે.

