Gujarat

ઋતુ પરિવર્તનના સમયે સર્વ સામાન્ય ઇન્ફેક્શન બનતા મેલેરિયાથી બચવા લેવાના પગલાઓ વિશે જિલ્લાભરના લોકોને માહિતગાર કરાયા

ગીર સોમનાથ તા. -૨૮, જિલ્લા આરોગ્ય વિભાગની NCVBDC શાખા દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાને લઈને જુન મહિનાને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. જુન માસ મા ચોમાસા ની શરૂઆત થતી હોય વરસાદના કારણે વાહકજન્ય રોગચાળામાં વધારો ના થાય તે માટે ગીર સોમનાથ જિલ્લાના કુલ ૨૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા ૪ અર્બન સેન્ટરના મેડીકલ ઓફિસરની દેખરેખ હેઠળ ૩૫ મેઈલ સુપરવાઈઝરના સુપરવિઝન હેઠળ દરેક મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, આશાબહેનો તથા આશા ફેસીલીટર બહેનો દ્વારા અઠવાડિક હાઉસ ટુ હાઉસ વીઝીટ કરીને પાણીમાં થયેલ પોરા નો નાશ કરવાની કામગીરી કરવામાં આવી છે. જે દરમિયાન પાણી ભરેલા પાત્રો, ફ્રીઝ, કુલર, ફુલદાની, ટાયર,ભંગાર, અગાસી,પાણી ભરેલ ખાડાઓ વગેરે ચેક કરવામાં આવે છે તે પૈકી જે જગ્યાએ મચ્છરો નું બ્રિડિંગ(પોરા) જોવા મળેલ જેમાં ટેમોફોસ કેરોશીન નાખી મચ્છરના પોરાનો નાશ કરવામાં આવેલ, કાયમી ભરાતા પાણીના સ્થળોમાં પોરા ભક્ષક માછલીઓ મૂકવામાં આવેલ.

ઉપરાંત અર્બન વિસ્તારમાં ટીમ વર્ક દ્વારા દર મંગળવાર તથા શુક્રવારે એન્ટીલાર્વલ કામગીરી, પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ જિલ્લાના ચાર ગામોમાં જંતુનાશક દવાનો છંટકાવની કામગીરી કરવામાં આવેલ આ ઉપરાંત લોક જાગૃતિ માટે વેરાવળના લોકલ કેબલ ચેનલમાં વાહકજન્ય રોગચાળા વિષે જાહેર જનતા સભાન થાય તે અર્થે જાહેરાત તેમજ સ્ક્રોલીંગ દર્શાવવા માં આવી રહ્યું છે.તેમજ જુન માસ ની ઉજવણીના ભાગ રૂપે ગીર સોમનાથના એફ.એમ રેડિયો ઉપર જિંગલ પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના MPHW ભાઇઓ દ્વારા RBSK ટીમ ના સંકલનમાં રહીને શાળાના બાળકો મચ્છર ઉત્પતિ વિશે સભાન બને તે માટે શાળાઓમા પોરા નિર્દેશનનુ આયોજન કરવામા આવ્યું હતું. તેમજ જિલ્લાના દરેક તાલુકા મથકમાં રીક્ષામાં પાછળ પોસ્ટર લગાવીને લોકોમાં જાગૃતિ માટે પ્રયાસો કરાઈ રહ્યા છે. ત્યારે વાહકજન્ય રોગચાળાના અસરકારક નિયંત્રણની કામગીરીને સાર્થક કરવાં અને મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૨૨ ના મિશન ને સફળ બનાવવામાં સહયોગ આપવા આરોગ્ય તંત્ર જિલ્લાના નાગરિકોને અનુરોધ કરે છે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.એચ.એચ ભાયા તથા જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી ડૉ.દિવ્યેશ ગોસ્વામીની યાદીમાં જણાવાયું છે.

Meleriya-Mukt-Abhiyan-Photos-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *