Gujarat

એલસીબીએ પાવડા વડે ખોદી દારૂની પેટીઓ બહાર કાઢી

મહેસાણા
મહેસાણા જિલ્લાનાં કડી તાલુકાનાં વામજ ગામે એલસીબી ટીમે બાતમી આધારે ગામની સીમમાં આવેલા એક ખેતરમાં દરોડો પાડી મોટી સંખ્યામાં દારૂનો ઝથ્થો ઝડપી પાડ્યો હતો. કડી તાલુકામાં આવેલા વડાવી ગામનો ઠાકોર મણાંજી રાયમલજી વિદેશી દારૂનો વેપાર કરતો હોવાની જાણ મહેસાણા એલસીબીને થઈ હતી તેમજ દારૂનો જથ્થો બહારથી લાવી વામજ ગામની સીમમાં પટેલ જીવણભાઈ ચીમનભાઈનાં ખેતર ઉધેડ રાખીને ખેતરમાં દારૂ સંતાડતો હતો. બાતમીને આધારે મહેસાણા એલસીબીની ટીમે દરોડો પાડી ૨ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી ઠાકોર મણાંજીએ વામજ ગામના અને હાલ અમેરિકા રહેતા પટેલ જીવણભાઈ છીમાનભાઈનાનું ખેતર આરોપી બુટલેગરે ઉંધેદથી રાખી વાવેતર કરવા રાખ્યું હતું અને એજ ખેતરમાં પોતાના આર્થિક ફાયદા માટે બુટલેગર દારૂની પેટીઓ જમીનમાં કેનાલ બનાવી સંતાડી રાખતો હતો. ખેતરમાં સંતાડેપો દારૂ કાઢવા મહેસાણા એલસીબી ટીમે પાવડા વડે જે સ્થળે દારૂ સંતાડયો હતો ત્યાં ભારે જહેમત બાદ માટી હટાવી દારૂની પેટીઓ બહાર કાઢી હતી જેમાં કુલ ૪૫ પેટીઓ મળી આવી હતી.

The-LCB-dug-out-the-liquor-cartons-with-shovels.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *