અમદાવાદ
અમદાવાદના આશ્રમ રોડ પરના મુખ્ય આયકર ભવન ખાતે ફરજ બજાવતા ઇન્કમટેક્સના એડિશનલ કમિશનર ૩૦ લાખ રૂપિયાની લાંચ લીધી છે. એન્ટિ કરપ્શન બ્યુરો એ સંતોષ કારનાની નામના એડિશનલ કમિશનરને આંગડિયા પેઢી મારફતે ૩૦ લાખ લેતા ઝડપી પાડ્યો છે. એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર સામે એસીબીએ ગુનો નોંધ્યો છે. અમદાવાદના આશ્રમરોડ પર આવેલા મુખ્ય ભવનમાં ફરજ બજાવતા એડિશનલ કમિશનર સંતોષ કરનાનીએ ૩૦ લાખ રૂપિયા જેટલી રકમની લાંચ માંગી હતી. જેની રકમ આંગડિયા પેઢી મારફતે રિસીવ કરવા જતા અમદાવાદ એન્ટિ કરપ્શન બ્યુરોને જાણ થઈ હતી અને તેમણે આ સમગ્ર મામલે ધરપકડ કરી હોવાની વિગતો હાલ એન્ટિ કરપ્શન બ્યુરો અધિકારી પાસેથી જાણવા મળી રહી છે.

