જૂનાગઢ
જૂનાગઢના શોધ યોજનાના લાભાર્થી સંશોધક સાથે મુખ્યમંત્રીએ સંવાદ કરી પ્રોત્સાહન આપ્યું હતું. અગરિયા વિષય ઉપર પીએ.ડી. કરનારા જૂનાગઢના સંશોધક અશ્વિનભાઈ ચાવડાને રૂ. ૧,૫૦,૦૦૦ની સ્ટાઈપેન્ડ શોધ યોજના અન્વયે પ્રાપ્ત થઇ હતી. આ સંશોધકે કહ્યુ હતું કે, સંશોધકો માટે શોધ યોજના લાભકારક યોજના છે. શોધ યોજનાના સ્ટાઇપેન્ડથી રિસર્ચ-ઇનોવેશનને પ્રોત્સાહન મળશે. તેઓએ જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા ર્યુનિવસિટીમાંથી ગુજરાતી ડિપાર્ટમેન્ટમાં અગરીયા વિષય ઉપર લોક-સાહિત્ય પર પીએચડીનો અભ્યાસ કરે છે. તેમને સરકારની શોધ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૦૨૧ માં દર-મહિને રૂ. ૧૫,૦૦૦ મળતા હતા. અત્યાર સુધી વર્ષની કુલ રૂ. ૧,૫૦,૦૦૦ની સ્ટાઈપેન્ડ મળી ગઇ છે. તેમને શોધ યોજના હેઠળ દર-મહિને સ્ટાઈપેન્ડ સહાય મેળવવામાં કોઈ તકલીફ પડી નહતી. આ વિશે અશ્વિનભાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાલ પટેલને જણાવ્યું હતું કે, તરસ્યાંને જેમ પાણી મળે અને તરસ સંતોષાય, તેમ તેમનાં શોધકાર્ય (રીસર્ચ)માં આ શોધ યોજના આર્થિક રીતે ઘણી ઉપયોગી થઇ છે. તેમનાં રીસર્ચમાં ફીલ્ડ વર્ક વધુ હોવાથી તેમને પૈસાની ખુબ જરૂર રહેતી હતી. આ રકમ પીએચડીનાં અભ્યાસક્રમમાં ખુબ ઊપયોગી થઇ હતી. શોધ યોજનાની સ્ટાઈપેન્ડ સહાય પીએચ.ડી.ના સંશોધકોને ખુબ મદદરૂપ નીવડે છે, જરુરિયાતમંદ સંશોધક માટે આ શોધ યોજના બહુ ઉપયોગી છે. જે સંશોધકોને પ્રોત્સાહન આપે છે. તેમનાં જેવાં પીએચડીનો અભ્યાસ કરનાર અનેક સંશોધકોને દર વર્ષે આ યોજનાનો લાભ મળે છે. તેઓ ખુદને આ યોજનાનો લાભ મળેલ હોવાથી તેઓ ધન્યતા અનુભવે છે તેમજ સરકાર પ્રત્યે ઋુણની લાગણી વ્યકત કરે છે. અશ્વિનભાઈએ મુખ્યમંત્રીનો આ માટે ખુબ-ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

