Gujarat

કઠલાલ કપડવંજ ના આશરે 22 હજાર વિદ્યાર્થીઓના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનુ પાંચ વર્ષનું પ્રીમિયમ ભાટેરા ના રાજેશભાઈ ભરશે.

લોકેશ..ખેડા-કઠલાલ
રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
વડાપ્રધાન  નરેન્દ્રમોદીના માતા હિરાબાના શતાયુ (100 વર્ષ) જન્મદિવસ નિમીત્તે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડા જીલ્લા ભાજપના હોદ્દેદાર અને કઠલાલ તાલુકાના ભાટેરા ગામ ના રહેવાસી રાજેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ નિર્ણય કરવામાં આવ્યો છે.
કઠલાલ તાલુકાના ભાટેરા ગામના  રાજેશભાઈ પટેલ પરિકલ્પના હેઠળ સમસ્ત ગ્રામજનો તેમજ કઠલાલ તેમજ કપડવંજ તાલુકાની શાળા ના વિદ્યાર્થીઓના ઉજ્જવલ ભવિષ્ય માટે વિના મૂલ્યે પ્રધાનમંત્રી સુરક્ષા કવચ વિમા યોજના નો લાભ અપાવશે અને આશરે 22 હજાર જેટલા વિદ્યાર્થીઓનું 5 વર્ષનું પ્રીમિયમ રાજેશભાઈ પટેલ ચૂકવશે તેમ રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું.જે અંગે કઠલાલ તાલુકાના  ભાટેરા ગામ માં  કઠલાલ તાલુકા ભાજપ પ્રમુખ કિરણસિંહ ડાભી, રાજેશભાઈ પટેલ,દિલીપ ભાઈ સહિત અન્ય કાર્યકરો અને ગ્રામજનો ની ઉપસ્થિત માં દીપ પ્રાગટ્ય  કરી કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવ્યો હતો.રાજેશભાઈ પટેલ ના આ ઉમદા નિર્ણયની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યું છે અને તેઓ સતત લોક ઉપયોગી કાર્યો કરે તેવી શુભેચ્છાઓ પણ આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *