મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ માં આવેલ (રોયલ ગેસ એજન્સી )એચપી ગેસ ને 2021 22 નો હજીરા મુકામે રાખવામાં આવેલ ગુજરાત રાજ્યના DBC કનેક્શન એવોર્ડમાં કઠલાલ લેવલે ૪૦ હજારથી વધારે કનેકશન ધરાવતા રોયલ ગેસ એજન્સીને બીજો ક્રમાંક પ્રાપ્ત થયો હતો આ બાબતે તેના પ્રોપરાઇટર હસનભાઈ ખોખર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે રોયલ ગેશ તરફથી ઘરે-ઘરે મળતી ગેસ ની સેવા બદલ તેમજ સૌ પ્રજાજનોના સૈયારા સાથ અને સહકારથી અમારી એજન્સીને બીજો ક્રમાંક ગુજરાત લેવલે પ્રાપ્ત થયેલ છે તે બદલ હું કંપની વતી સૌ મારા ગ્રાહક મિત્રો આભાર વ્યક્ત કરું છું મને આ એવોર્ડ મળવા બદલ સૌ ગ્રાહક મિત્રો નો સાથ અને સહકાર રહેલ છે અમારી સેવાઓ અવિરત પણે આપ સુધી પહોંચતી રહે તેવા અમારા ભગીરથ પ્રયત્નો રહેશે


