મહેસાણા
કડી – છત્રાલ હાઇવે ઉપર આવેલ સેરા સનેટરી વેર નામની કંપનીમાં નોકરી કરતા યશવર્ધન શર્માનો પુત્ર સાહિલ હાઇવે ઉપર આવેલી સ્પ્રિંગડેલ શાળામાં સાતમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. સાહિલ શર્મા શાળામાંથી ઘેર આવવાના બદલે ગુમ થઈ જતાં પરિવારજનો ચિંતિંત બન્યા હતા. શિક્ષિકાએ ચોરીનો આક્ષેપ કરી ખૂબ જ ટોર્ચર કર્યો ઃ પિતાબાળક ગુમ થઈ જવા અંગે બાળકના પિતાએ શાળાના શિક્ષિકા ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે તેમનો બાળક છેલ્લા ત્રણ વર્ષથી સ્પ્રિંગડેલ શાળામાં અભ્યાસ કરતો હતો. એક દિવસ અગાઉ શાળામાંથી ફોન આવતા તેઓ શાળામાં પહોચ્યા હતા. ત્યારે તેમના પુત્ર સાહિલ ઉપર શાળાનાં શિક્ષિકાએ ચોરીનો આક્ષેપ કરી ખૂબ જ ટોર્ચર કર્યો હતો તેમજ વારંવાર પોલીસ સ્ટેશનમાં મોકલી દેવાની ધમકી આપી હતી. જેથી બાળક ડરી જતા ઘર જવાના જગ્યાએ ક્યાંક ગુમ થઈ ગયો છે. બાળકને પિતા સાથે ઘેર મોકલી દેવામાં આવ્યો હતો ઃ ટ્રસ્ટીજ્યારે બીજી બાજુ શાળાના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે બાળકે શાળામાંથી વાઇફાઇનું રાઉટર ચોર્યું હતું જેને અન્ય બાળક જાેઈ જતા તેમણે બાળકને બોલાવી તેની તપાસ કરી હતી. ત્યારબાદ શાળાના નિયમો અનુસાર તેના પિતાને શાળામાં બોલાવી તેમના બાળકે શાળામાં ચોરી કરી હોવાનું જણાવી તેને તેના પિતા સાથે ઘેર મોકલી દેવામાં આવ્યો હતો. પરંતુ થોડીવાર બાદ તેના પિતાએ તેમને ફોન કરી વિદ્યાર્થી ઘેર નહિ પહોંચ્યો હોવાનું જણાવ્યા બાદ તેમણે પણ વિદ્યાર્થીને શોધવા પ્રયત્નો કર્યા હતા. ગુમ થયેલા સાહિલ નામના વિદ્યાર્થીના પિતાએ બાળક ગુમ થવા અંગેની ફરીયાદ નોંધાવી છે. પોલીસે જુદી જુદી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજના આધારે બાળકને શોધી કાઢવા પ્રયત્નો આદર્યા છે.કડી-છત્રાલ રોડ ઉપર આવેલી સ્પ્રિંગડેલ શાળામાં સાતમા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી બે દિવસથી શાળામાંથી ઘેર જવાના બદલે ગુમ થઈ જતાં બાળકના માતાપિતા સહિત પરિવારજનો ચિંતિત બન્યા હતા. ભારે શોધખોળ બાદ બાળક નહિ મળતાં પરિવારજનોએ કડી પોલીસ સ્ટેશનમાં તેના ગુમ હોવા અંગેની ફરીયાદ નોંધાવતા કડી પોલીસ ગુમશુદા બાળકને શોધવા કામે લાગી ગઈ છે.
