રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
આ કાર્યક્રમ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને આંકલાવ વિધાન સભાના ધારાસભ્ય અમીત ચાવડાએ સભાને સંબોધન કર્યું હતું. તેમજ, એઆઇસીસી મધ્ય ઝોન ગુજરાતના પ્રભારી ઉષાબેન નાયડુ દ્વારા પણ ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે, ગુજરાત પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ બિમલભાઈ શાહ, ગુજરાત પ્રદેશ સેવાદળના પ્રમુખ વિજયભાઈ પટેલ, બાલાસિનોર મત વિસ્તારના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ રાઠોડ અને કપડવંજ કઠલાલના ધારાસભ્ય કાળુસિંહ ડાભી તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, તેમજ જિલ્લા, તાલુકા અને શહેરના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


