Gujarat

કપડવંજ સિનિયર સિટીઝન્સ મંડળની   પખવાડિક સભા યોજાઈ

રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
સિનિયર સિટીઝન્સ મંડળ, કપડવંજની પખવાડિક સભા તા.૯-૧-૨૦૨૨ ના રોજ ‘કપડવંજ દશા પોરવાડ પંચની વાડી’ ગાંધીચોક કપડવંજ ખાતે સંસ્થાના પ્રમુખ કે બી શાહના અધ્યક્ષપદે યોજાયું હતું.સંમેલનના મુખ્ય મહેમાન પદે ‘ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટ’ ના સુવા પ્રમુખ ચેતનદાસ એન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ તેઓએ તેમના ટ્રસ્ટની માનવતા ભર્યા અને સામાજિક કાર્યોની માહિતી આપી હતી. વિશેષમાં અમારા મંડળની તમામ પ્રવૃત્તિઓમાં તથા સિનિયર સિટીઝન્સ પાર્ક સંકુલ બનાવવા માટેની જરૂરિયાતમાં સહાયભૂત થવા માટે ખાતરી ઉચ્ચારી હતી અને ઉપસ્થિત સૌ મહેમાનો, તમામ હોદેદારોને પ્રેસ એન્ડ મીડિયા ગ્રુપ ની ડાયરી અર્પણ કરી હતી.
 આ પ્રસંગે ગાંધીનગરથી ખાસ ઉપસ્થિત Hearing Aid Adviser શ્રી  નિખિલભાઇ પટેલ સાહેબે  પેન્શનરોને ખૂબ જ ઉપયોગી એવી શ્રવણ યંત્રો પ્રાપ્ત કરવા માટેની યોજના અંગેની માહિતી આપી હતી. અને જરુરિયાત વાળા વડીલ મિત્રોને તે યંત્ર મેળવવા માટેનો કેમ્પ યોજીને સહાય કરવાની ખાત્રી આપી  હતી.
આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત દશા પોરવાડ પંચ જ્ઞાતિના પ્રમુખ કીર્તન કે પરીખે સંસ્થાની પ્રવૃત્તિઓમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
મંડલના મંત્રી કિરીટભાઈ રેલવે વાળા તરફથી સિનિયર સિટીઝન મંડળ કપડવંજ ના પોતાના મકાન માટે ના ભંડોળની ટહેલ નાખવામાં આવતા ગોવિંદલાલ હરિલાલ શાહ તથા સંસ્થાના ઉપપ્રમુખ જ્યોતિષભાઈ  પ્રમુખલાલ કંસારાના કુટુંબીજનો તરફથી પ્રત્યેકના રૂપિયા 25000ના દાન ની જાહેરાત કરી શુભ શરૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે હસમુખભાઈ ગોહિલ (H M Gohil) તથા કે.કે.પટેલ અને રમેશભાઈ વાળંદ દ્વારા વ્યક્તિ વિશેષો નું સ્વાગત કરવામાં આવ્યું હતું.
તેમજ મંડળના  સભ્યોના જન્મદિવસની ઉજવણી કરીને  શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સંમેલનના ભોજન સમારંભનાના દાતા હસમુખભાઈ ગોહિલસાહેબ તથા અરવિંદભાઈ એસ.પટેલસાહેબ નું અભિવાદન કરવામાં આવ્યું હતું.
ઉપર્યુક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત સામાજિક કાર્યકર શ્રી ભાવિનભાઈ જોશીએ શ્રી ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટ તથા તેના પ્રમુખ ચેતન દાસ પટેલની નિસ્વાર્થ પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો અને સિનિયર સિટીઝન મંડળના પોતાના મકાન માટે કપડવંજ પંથકના દાનવીરો નો સંપર્ક સાધવામાં મદદરૂપ સહયોગી બનવાની ખાતરી આપી હતી અને તેમાં સહાયરૂપ બનવા સૌને અનુરોધ કર્યો હતો.
સંસ્થાના નવાગંતુક સભ્યો પૈકી નિવૃત પી. આઈ શ્રી માધોસિંહ પી. રાઠોડે  પોતાની નોકરી દરમ્યાનના અનુભવો વર્ણવ્યા હતા. તથા પોતાના સુંદર કંઠે ભજન ગાઈને સૌને મનોરંજન સાથે પ્રોત્સાહિત કર્યા હતા.અંતે રાષ્ટ્રગીત ગાઈને તેમજ  યોજાયેલ ભોજન સમારંભ બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઇ હતી.

IMG-20220110-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *