Gujarat

કલોલના અઢાણા ગામે જમીનની તકરારમાં બે જુથો વચ્ચે મારામારી

ગાંધીનગર
કલોલ અઢાણા ગામે રહેતાં રાણાજી પુંજાજી ઠાકોરે ગામની સીમમાં સર્વે નંબર-૪૪ વાળી જમીન કુટુંબી કાકી રેશમબેન આતાજી ઠાકોર પાસેથી ૧૯૮૩માં નવી શરતની જમીન વેચાણ લીધી હતી. જેથી જમીનનો કબ્જાે રાણાજી પાસે છે. જાે કે આ જમીન ૧૯૯૪માં રેશમબેને લખાણ કરીને ચતુરભાઈ દેવીપૂજકને વેચી હતી. જે અંગે ૧૯૯૫માં કોર્ટમાં દાવો પણ દાખલ કરાયો હતો અને તકરાર ચાલતી હોવા છતાં આ જમીનનાં ૭/૧૨ના ઉતારામાં રેશમબેનનું પણ નામ હતું. રાણાજી અને તેના પિતા પુંજાજી ઠાકોર ઉક્ત ખેતર પર હાજર હતા. એ દરમિયાન રેશમબેન ઠાકોર, મેલાજી ગાભાજી ઠાકોર, ભરત ગાભાજી ઠાકોર, મયંક, ધ્રુવ અને રાજ ગેરકાયદેસર મંડળી રચીને ધોકા અને લોખંડની પાઇપો લઈને ખેતરમાં ધસી ગયા હતા. તેમજ પિતા પુત્રને જમીન ખાલી કરવાનું કહીને ઘાતક હથિયારો સાથે તુટી પડ્યા હતા. જેથી પિતા પુત્રને બચાવવા અન્ય લોકો દોડી આવ્યા હતા અને લોહિયાળ ખેલ શરૂ થયો હતો. જેનાં કારણે ઉક્ત આરોપીઓ વાહનો મૂકીને ભાગી ગયા હતા. અમદાવાદનાં બિપીન વ્યાસ અને તેમના મિત્ર મયંક શાહ (ગોધાવી) કાર લઈને થોળની સહેલગાહથી પરત ફરતા હતા. એ વખતે અઢાણા ગામે રેશમબેનને મળ્યા હતા. રેશમબેન બિપીનને ઓળખતા હોવાથી પોતાની જમીન બાબતે ત્યાં વાત કરવા ઉભા રહ્યા હતા. એટલામાં એરંડાવાળા ખેતરમાંથી રાણાજી અને તેમના પિતા સહિત અન્ય ચારેક ઈસમો તલવાર, લાકડીઓ અને ધોકા લઈને તેમની ઉપર તૂટી પડ્યા હતા. જેથી રેશમબેનના ઓળખીતાઓ કાર અને બાઇકો લઈને આવી પહોંચ્યા હતા. જેમને પણ ઉક્ત લોકોએ માર માર્યો હતો. આમ બંને પક્ષે સાંતેજ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.ગાંધીનગર કલોલના અઢાણા ગામે જમીનની તકરારમાં કાકી-ભત્રીજાનાં બે જુથો વચ્ચે તલવાર, પાઈપ અને ધોકા સહિતના હથિયારો લઈને એકબીજા પર તૂટી પડતાં ગામમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. આ બનાવના પગલે સાંતેજ પોલીસ મથકમાં બંને પક્ષે ફરિયાદ દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *