વલસાડ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કલ્પસર ગામ ખાતે પસાર થતી વીજ કંપનીની હાઈટેન્શન લાઈનના પોલ ઉપર એક યુવક ચઢી ગયો હતો. આ ઘટનાની જાણ પારડી વીજ કંપની અને પોલીસને થતાં યુવકને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન યુવક હાઇટેન્શન લાઈન સાથે ટચ થઈ જતા યુવકને કરંટ લાગ્યો હતો. જેથી તેનું મોત થયું હતું. પારડી પોલીસે લાશનો કબ્જાે મેળવી આગળની તપાસ હાથ ધરી છે. પારડી તાલુકાના ગોયમાં ગામ ખાતે ખાનગી વીજ કંપનીના સબ સ્ટેશનનો વિરોધ આદિવાસી વિસ્તારના લોકો અને વાંસદના ધારાસભ્ય તેમજ આદિવાસી નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. લખીણપુર વીજ કંપનીના સબ સ્ટેશનનો વિરોધ નોંધાવવાના હતા. ત્યારે આ યુવક તેમના સમર્થનમાં હતો કે કેમ તેની તપાસ પારડી પોલીસ કરી રહી છે. પારડી પોલીસે હાલ યુવકની લાશનો કબ્જાે મેળવી ઓળખ કરાવવા આજુબાજુના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. જાેકે, હજુ સુધી યુવકની ઓળખ થઈ શકી નથી. તેમજ આ યુવક ક્યા કારણોસર વીજલાઈનના પોલ પર ચઢ્યો હતો તે રહશ્ય પણ હજુ અકબંધ છે.
