જૂનાગઢ
જૂનાગઢના માણાવદર તાલુકાના જાંબુડામાં રહેતા વનરાજ મહેશભાઈ જલુને જગમાલભાઈ જલુ સાથે અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હતો. જેના મનદુઃખના કારણે માણાવદરના બાવાવાડી વિસ્તારમાં શીતળા માતાજીના મંદિર પાસે પ્રફુલ કરશન જલુ, હિરેન કરશન જલુ, રાજ રમેશ જલુ, કરશન રામસુર જલુ અને રમેશ રામસુર જલુએ પાઇપ, લાકડી, કુહાડી વડે દુકાનમાં અને કારમાં તોડફોડ કરી હુમલો કર્યો હતો. જેમાં વનરાજ જલુ, રમેશ બરાડીયા, જતીનભાઈ, જનકભાઈને ઇજાઓ પહોંચી હતી. જયારે સામાપક્ષે પ્રફુલ કરશન જલુએ વનરાજ જલુ, રમેશ બરાડીયા, જનક ડાંગર, જતીન ડાંગર અને નિલદીપ ચુડાસમા સામે પાઇપ, ધોકા વડે હુમલો કરી કારમાં તોડફોડ કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ મારામારીની ઘટનાને લઈ પોલીસે બંન્ને પક્ષોની સામસામી ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આ મારામારીની ઘટનામાં બંન્ને પક્ષના દસેક લોકો ઇજાગ્રસ્ત બન્યા હોવાથી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.માણાવદર શહેરમાં અગાઉ થયેલા ઝઘડાના મનદુઃખને લઈ બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારીમાં દુકાન અને કારમાં પણ તોડફોડ કરવામાં આવતા બંન્ને પક્ષના મળી દસેક લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હતી. જેથી તમામને સારવાર અર્થે જૂનાગઢની સિવીલમાં ખસેડાયા હતા. આ ઘટના અંગે બંન્ને પક્ષોએ સામસામી ફરીયાદ કરતા પોલીસે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


