પાનવડ ગ્રામપંચાયત ને જિલ્લા સ્વભંડોળ વિકાસ ગ્રાંટ વર્ષ 21/22 માંથી પીવાના પાણી નું ટેન્કર ની ફાળવણી કરવામાં આવી હતી જેનુ આજ રોજ મુરહત કરવામાં આવ્યો, આ પ્રસંગે પૂર્વ સંસદીય સચિવ જયંતીભાઈ રાઠવા, જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ રાઠવા, તાલુકા પંચાયત સભ્ય સાગરભાઈ વણકર, તાલુકા પંચાયત પ્રમુખ છાયા બેન રાઠવા, તાલુકા કારોબારી અધ્યક્ષ પીંટુભાઈ રાઠવા,પાનવડ ગ્રામ પંચાયત ના સરપંચ ઈન્દ્રસિહ રાઠવા તથા ડેપ્યુટી સરપંચ રમીઝ મકરાણી તથા ગામના નાના મોટા આગેવાનો હાજર રહ્યા હતા
આજના કાર્યક્રમ માં પાનવડ ની મુલાકાતે આવેલા આણંદ ના સંસદ સભ્ય મિતેશ પટેલના હસ્તે પાનવડ ગ્રામ પંચાયત ના સરપંચ ઇન્દ્રસિંહ ભાઇ અને કનલવા ગ્રામ પંચાયતના સરપંચ કનુભાઇ એ ભાજપનો ખેશ ધારણ કર્યો હતો,
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


