Gujarat

કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર ખાતે મહિલા દિવસની ઉજવણી કરાઇ

જામનગર  માર્ચ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી-જામનગર દ્વારાશ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે તા. ૦૮ માર્ચ૨૦૨૨ના રોજમહિલા દિવસની ઉજવણી કરવામાં આવેલ.આ કાર્યક્રમમાંસામાન્ય રીતે કોઈ પણ ક્ષેત્રમાં મહિલાઓએ પુરુષોની સાપેક્ષમાં પોતાની ક્ષમતા પુરવાર કરવા વધુ શ્રમ કરવો પડે છે ત્યારે સમાજની માનસિકતા બદલે અને આજની નારીને કરવા પડતા સંઘર્ષો આવતીકાલની નારીને ન કરવા પડે એવા સમાજનું નિર્માણ કરવાની અપીલ કરવામાં આવેલ તથા સ્ત્રી સશક્તિકરણના શપથ લેવામાં આવ્યા હતા.

આ તકે જિલ્લા કાનુની સેવા સતા મંડળ સભ્ય સચિવ શ્રી પી.એસ.સુચક દ્વારા બાળાઓને કાયદાકીય માર્ગદર્શન તેમજ શ્રી પ્રેક્ષાબેન ભટ્ટદ્વારા સ્વસુરક્ષા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સરકારી વકીલ શ્રી જમનભાઈ ભંડેરીદ્વારા પોક્સો અને અન્ય કાયદાઓ વિશે માહિતી આપેલ. શ્રી આણદાબાવા સેવા સંસ્થાઓની બાળાઓ તથા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સની બાળાઓદ્વારા મહિલા દિવસ નિમિત્તે કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ડો.પ્રાર્થના શેરશીયા દ્વારા તેમજ શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગ્રુહનાપ્રમુખ શ્રી કરશનભાઈ ડાંગર દ્વારા મહેમાનોનું સ્વાગત- અભિવાદન કરવામાં આવેલ તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી જ્યોત્સનાબેન હરણ દ્વારા આભાર દર્શન કરવામાં આવેલ.

આ પ્રસંગે સિવિલ જજશ્રી માંડવીયાઅને શ્રી ધોકીયા,શ્રી જમનભાઈ સોજીત્રા, શ્રી કલ્પનાબા મહિલા (પી.એસ.આઈ),શ્રી સુચિતાબેન, શ્રીપ્રતિમાબેન, શ્રી મુક્તાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦૦૦૦સમાચાર યાદી: ૧૪૨

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *