Gujarat

કાગવડ ખોડલધામમાં 21 ના રોજ ભવ્ય પાટોત્સવ યોજાશે

108 કુંડી યજ્ઞ માટે હવનકુંડ બનાવવાનું શરૂ

સમગ્ર લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમાન ખોડલધામ મંદિરને 21 જાન્યુઆરીએ 5 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે મંદિર ખાતે ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાટોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે સમગ્ર ગુજરાતમાં રહેતા પાટીદાર સમાજને આમંત્રણ આપવા ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ ખુદ ગયા છે.ત્યારે હાલ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આગેવાનો અને સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાટોત્સવમાં 108 કુંડી યજ્ઞ યોજાનાર હોય હાલ સ્વયંસેવકો દ્વારા હવનકુંડ બનાવવામાં આવી રહ્યા છે.

પંચમ પાટોત્સવને લઇ તૈયારીઓ શરૂ કરવામાં આવી જેમાં 21 જાન્યુઆરી 2016ના રોજ કાગવડ ખાતે માતાજીનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ સમયે 1008 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું એ જ રીતે પાંચ વર્ષ પૂર્ણ થતા આગામી 21 જાન્યુઆરીના રોજ 5 વર્ષ પૂર્ણ થતા પંચમ પાટોત્સવને લઇ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં મંદિર ખાતે કુલ 108 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને જે માટે યજ્ઞશાળા બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે.મંદિરમાં ખોડિયાર માતાજીની સાથે અન્ય 20 દેવી-દેવતાઓ બિરાજમાન છે આ કાર્યક્રમમાં ભાગ રૂપે કાગવડથી ખોડલધામ મંદિર સુધી રસ્તામાં આવતા પોલ પર પાટોત્સવના બેનરો પણ લગાવવામાં આવી રહ્યા છે.તેમજ સમગ્ર ભારતભર માંથી મોટી સંખ્યામાં પાટીદાર સમાજ ઉમટી પડશે,મોટી સંખ્યામાં લોકો આવવાના હોવાથી બધી કમિટી ઓની પણ મીટીંગ રાખવામાં આવી છે,પાર્કિંગ થી લઈને ડિઝાસ્ટર સુધી 29 જેટલી સમિતિઓની સમીક્ષા કરીને રચના કરવામાં આવશે,સાથે પાટીદાર સમાજના અગ્રણીઓ અને મોટા ઉદ્યોગપતિઓ તેમજ રાજકીય નેતાઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યા છે ,ત્યારે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી પધારે તેવી વાત હતી પરંતુ ખોડલધામ ચેરમેન નરેશ પટેલએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટે એવો નિર્ણય લીધો છે કે પાટીદાર સમાજ સીમિત આ કાર્યક્રમ રહે,અહિના રોડ રસ્તા અને પરિસ્થિતી એવી છે વીઆઇપી મુમેન્ટ શક્ય નથી ત્યારે ખાલી પાટીદાર સમાજના આગેવાનો આવી ઉજવણી કરે તેવો ખોડલધામ ટ્રસ્ટે નિર્ણય લીધો છે, સાથે આ કાર્યક્રમ અનેક રાજકીય નેતાઓ પણ ઉપસ્થિત રહે તેવી શકયતાઓ છે.

હરેશ ભાલીયા જેતપુર

IMG-20220102-WA0069.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *