Gujarat

કાલાવડ તાલુકાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં સંચાલક કમ કુક, રસોયા, મદદનીશની નિમણુંક કરવા અરજીઓ મંગાવવામાં આવી

જામનગર માર્ચ,કાલાવડતાલુકામાં ચાલતા મધ્યાહન ભોજન યોજના હેઠળ ઉમરાળા પ્રા. શાળા, ખીમાણી સણોસરાપ્રા.શાળા, ડેરી પ્રા.શાળા,નાની ભગેડી પ્રા.શાળા,મેવાસા (હરીપર) પ્રા.શાળા,પીપર કન્યા પ્રા.શાળા,ભાવાભી ખીજડીયા પ્રા.શાળા,મોટી ભગેડી પ્રા.શાળા, રાજડા પ્રા.શાળા, કન્યા શાળા નં.૨ કાલાવડ, સરવાણીયા પ્રા.શાળા,કૃષ્ણપુર પ્રા.શાળા,જીવાપર પ્રા.શાળા, ખાનકોટડા પ્રા.શાળા,નાની વાવડી પ્રા.શાળા,પીઠડિયા-૩ પ્રા.શાળા,બાવા ખાખરીયા પ્રા.શાળા,વિભાણીયા પ્રા.શાળા,મોરીદડ પ્રા.શાળા,લલોઇ પ્રા.શાળા,પીઠડિયા-૧ પ્રા.શાળા,નપાણીયા ખીજડીયા પ્રા.શાળા,ડુંગરાણી દેવડીયા પ્રા.શાળા,નાના બાદનપર પ્રા.શાળા,પ્રભુજી પીપળીયા પ્રા.શાળા,ધાંધલ પીપળીયા પ્રા.શાળા,રામપર સિંધુડી પ્રા.શાળા,મોટી નાગાજાર પ્રા.શાળા,મોટી વાવડી પ્રા.શાળા,શ્રીજીનગર ડેરીપરા પ્રા.શાળા,સતીયા પ્રા.શાળામાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો માટે તદ્દન હંગામી ધોરણે માનદ વેતનથી કેન્દ્ર સંચાલક કમ કુક, રસોયા, મદદનીશની વિવિધ જગ્યાઓ પર નિમણુંક કરવાની થાય છે. રસ ધરાવતા ઉમેદવારો એસ.એસ.સી. પાસ લાયકાત ધરાવતા અને ઉ.વ.૨૦ થી ૬૦ વર્ષ સુધીની ઉંમરના સ્થાનિક વ્યક્તિએ નિયત નમુનામાં અરજી કરવી. વિધવા, ત્યકતા તથા અ.જા. બહેનોને તેમજ ગામની સ્થાનિક વ્યક્તિને પ્રથમ પસંદગી આપવામાંઆવશે તેમજ સરકારશ્રીના નિયમ મુજબ નિમણૂંક આપવામાં આવશે. 

અરજી કરનારે તા. ૨૫/૦૩/૨૦૨૨ સુધીમાં મામલતદાર કચેરી, કાલાવડ ખાતે રજા સિવાયના દિવસોએ ૧૧.૦૦ થી ૫.૦૦ કલાક સુધીમાં પોતાની અરજી કરવાની રહેશે, આ અંગેનું ઇન્ટર્વ્યું તા. ૦૮/૦૪/૨૦૨૨ના રોજ મામલતદાર કચેરી- કાલાવડ ખાતે સવારે ૧૧:૦૦ કલાકે રાખવામાં આવેલ છે  તેમ મામલતદારશ્રી કાલાવડની યાદીમાં જણાવાયું છે.

દિવ્યા ત્રિવેદી                               

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *