Gujarat

કેવડિયામાં ૩.૧ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો

ભરૂચ
કેવડિયા વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે સજજ બની ગયું છે તેવામાં કેવડિયામાં ભૂકંપનો હળવો આંચકો આવ્યો હતો. રાત્રે ૧૦ઃ૦૭ કલાકે આવેલાં ભૂકંપના હળવા આંચકાનું એપી સેન્ટર કેવડિયાથી ૧૨ કિ.મી. દૂર નોંધાયું હતું. કેવડિયામાં નર્મદા ડેમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલાં છે. બંને માળખાઓને ભૂકંપપ્રુફ બનાવવામાં આવ્યાં છે. કેવડિયામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે અને તે પુર્વે ભૂકંપનો હળવો આંચકો નોંધાયો હતો. ગાંધીનગરના સીસ્મોલોજીકલ રીસર્ચ સેન્ટર ખાતે કેવડિયામાં આવેલાં ભૂકંપની તીવ્રતા ૩.૧ નોંધાઈ છે. ભરૂચ અને નર્મદા જિલ્લો ભૂકંપની ફોલ્ટ લાઇન પર આવેલાં છે. બંને જિલ્લામાં અવારનવાર આંચકા આવે છે.

Intensity-of-3.1-was-recorded.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *