રાણપુરમાં ટેક્ષસ્પીન બેરીંગ કંપની ખાતે ઈફતાર પાર્ટીનું આયોજન કરાયુ..
ઈફતાર પાર્ટીમાં કંપનીના માલીકે મુસ્લિમ કર્મચારીઓને રોજા ખોલાવ્યા..
બોટાદ જીલ્લાનું રાણપુર શહેર સમગ્ર ભારત દેશ માં કોમી એકતા તરીકે જાણીતુ ગામ છે.રાણપુર શહેરમાં હિન્દુ-મુસ્લિમ દરેક તહેવાર સાથે મળી ને ઉજવણી કરે છે.ત્યારે બોટાદ જિલ્લાની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝ તથા રાણપુર શહેરમાં ૧૯૬૧થી પ્રસ્થાપિત થયેલી ટેક્ષસ્પીન બેરિંગ લિમિટેડ કંપની કોમી એકતાનું પ્રતિક છે.ટેક્ષસ્પીન બેરીંગ કંપની દ્વારા પ્લાન્ટ-2 ખાતે રમઝાન માસ નિમિત્તે રાણપુર શહેરના આગેવાનોની હાજરીમાં કંપનીમાં કામ કરતા મુસ્લિમ કર્મચારીઓ માટે ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઈફ્તાર પાર્ટી માં ટેક્ષસ્પીન બેરીંગ કંપનીના માલિક ભુપેન્દ્રભાઈ મકવાણા કંપનીના,મેનેજિંગ ડિરેક્ટર દિપેનભાઇ મકવાણા,વિશાલભાઈ મકવાણા એ પોતાના હાથે મુસ્લિમ ભાઈઓને રોજા ખોલાવી તમામ મુસ્લિમ કર્મચારીઓને પવિત્ર રમઝાન માસ ની શુભકામના પાઠવી હતી.આ ઇફ્તાર પાર્ટીમાં હિન્દુ તથા મુસ્લિમ ભાઈઓ દ્વારા સૌ સાથે મળીને પાર્ટી કરી એકબીજાને શુભકામના પાઠવી હતી..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


