Gujarat

કોલી ગામની આણી નદી ઉપર નવીન પુલ બનવવા તેમજ  દડીગામ થી કોલી  ઘોઘદેવ નાં રસ્તાની કામગીરી પૂર્ણ કરવાની માંગ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ને આવેદન આપી રજૂઆત કરાઇ..

છોટા ઉદેપુર જિલ્લાના આંતરિયાળ અને બોર્ડર વિલેજ એવા કોલી ગામના ગમાણ ફળિયા અને મંદિર ફળિયા વચ્ચે થી આણી નદી પસાર થતી હોય જેથી ગામ બે ભાગમાં વહેંચાઇ જતું હોવાથી શાળાનાં બાળકોને તેમજ ગ્રામજનોને પણ રોજીંદા જીવનમાં મુશ્કેલી પડતહોવાને લઇને નવીન પુલ બનાવવાં તેમજ  દડીગામ થી કોલી વચ્ચેનો નવીન રસ્તો મંજૂર થયેલ હોય અને તેની કામગીરી પણ હાલ ચાલું હોય પરંતું આત્રોલી થી ઘોઘાદેવ વચ્ચેનો આશરે ત્રણ કિલો મીટર જેટલા રસ્તાની કામગીરી છોડી દેવાય છે ,તો આ 3 કિલો મીટર નો  રસ્તા ની કામગીરી પણ કરવામાં આવે ની માંગ કરતું આવેદનપત્ર જિલ્લા પંચાયત પ્રમુખ મલકા બેન પટેલ ને જિલ્લા ભાજપાના મંત્રી વિલાસ બેન રાઠવા, ડો જયેશ રાઠવા, પરસિંગ ભાઇ રાઠવા, ધાંનકાભાઇ રાઠવા તેમજ લાલસિંહ ભાઇ રાઠવા ની આગેવાની માં આપી સત્વરે પુલ મંજૂર થાય અને 3 કિલો મીટર નાં રસ્તા નું કામ શરૂ કરવામાં આવે ની રજૂઆત કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220221-WA0059.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *