Gujarat

ખંડેરાવ માર્કેટમાં દબાણ કરશો તો સામાન છોડવામાં નહીં આવે ઃ વડોદરા મેયર

વડોદરા
વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે ફૂલ બજાર અને ફ્રુટ બજાર જામે છે. સ્થાનિક તેમજ આસપાસના ગામના નાનામોટા વેપારીઓ જથ્થાબંધ ફૂલો અને ફ્રુટ ખરીદવા માટે આવે છે. જાેકે આ બજારના કારણે ઉદભવતી ટ્રાફિક સમસ્યાનો શાખાના ડાયરેક્ટર મંગેશ જયસ્વાલ, વોર્ડ ઓફિસરે માર્કેટ ચાર રસ્તાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને દબાણ કરનારા ફૂલના વેપારીઓ તેમજ ફ્રૂટના વેપારીઓને રોડ ઉપર દબાણ ચલાવી લેવામાં આવશે નહીં. તમારો કોઇ પણ સામાન ઉઠાવવામાં આવશે નહીં, પરંતુ આજની સમજાવટ પછી પણ જાે રોડ ઉપર દબાણો કરવામાં આવશે તો પાલિકા તંત્ર દ્વારા કોઇ એક પણ સામાન છોડવામાં આવશે નહીં. તમારી રજૂઆત હોય તો તમે રજૂઆત કરી શકો છો. યોગ્ય રજૂઆત જણાશે તો એનો ઉકેલ લાવવામાં આવશે. અમે આસપાસના ગામોમાંથી ફૂલોનો વેપાર કરવા માટે આવીએ આવીએ છે. અમને માર્કેટમાં જગ્યા મળતી ન હોવાથી અમે રોડ ઉપર ફૂલ વેચી રહ્યા છે. બેથી ચાર કલાકનો જ ધંધો હોય છે. પછી અમે લોકો જતા રહીએ છે. અમારા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. જાેકે, મેયરે તમામ ફૂલ, ફ્રૂટના વેપારીઓને જણાવી દીધું હતું કે, તમે પરિવારના ગુજરાન ચલાવવા માટે વ્યવસાય કરો તેની સામે વાંધો નથી, પરંતુ લોકોને મુશ્કેલી પડે અને દબાણ થાય એ પણ યોગ્ય નથી. આવતીકાલથી રોડ ઉપર દબાણ કરીને વેપાર કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરતા હવે તંત્ર ખચકાશે નહીં. મેયર કેયુર રોકડિયાએ સ્થાનિક કાઉન્સિલરો જાગૃતિબેન કાકા, જ્યોતિબેન પટેલ, પટણી અને દબાણ શાખાની ટીમ સાથે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં એક કલાક સુધી પગપાળા કરીને વેપારીઓને સમજાવવા માટેની હાથ ધરેલા અભિયાનને પગલે દબાણ કરનાર વેપારીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. કેટલાક વેપારીઓ પોતાનો ટ્રક, ટેમ્પો લઈને રવાના પણ થઇ ગયા હતા. જાેકે તંત્ર દ્વારા આજે વેપારીઓને સમજાવવામાં આવ્યા હતા. આજે એક પણ વેપારીનો સામાન કબજે કરવામાં આવ્યો ન હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં ફૂલ અને ફ્રુટના વેપારીઓ દ્વારા થતા દબાણનો કાયમી ઉકેલ આવશે કે પછી થોડા સમય બાદ સ્થિતિ યથાવત થઇ જશે. તે તો આવનાર સમય બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *