દ્વારકા
ખંભાળિયામાં રામનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા અને દાંડિયા ક્લાસિસ ચલાવતા હાર્દિકભાઈ મહેશભાઈ હિંડોચા નામના યુવાન તેમના ધર્મપત્ની ધારાબેનને સાથે લઈ અને તેમના એક્ટિવા મોટરસાયકલ પર રાત્રે જઈ રહ્યા હતા. ત્યારે અહીંના જાેધપુર ગેઈટ વિસ્તારમાં પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. ૧૦ બીજી ૧૧૯૮ નંબરના એક મોટરકારના ચાલકે હાર્દિકભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં હાર્દિકભાઈ તથા ધારાબેનને નાની મોટી ઇજાઓ થતાં તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. અકસ્માત સર્જી કાર ચાલક કાર મૂકીને નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭ તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આરોપી કારચાલકની શોધખોળ હાથ ધરી છે.ખંભાળિયામાં રાત્રે મોટરસાયકલ પર જઈ રહેલા એક દંપતિને બેફામ જતા એક મોટરકારના ચાલકે અડફેટે લીધુ હતું. જેના પગલે આ દંપતિને ઇજાઓ થવા પામી હતી.


