ડીસા
ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાંથી ત્રણ અધિકારીઓની બદલી થઈ છે. જેમાં ડીસા નાયબ કલેક્ટરની નર્મદા ખાતે બદલી કરાઇ છે અને તેમની જગ્યાએ ખેડા જિલ્લાના પુરવઠા અધિકારી નેહા પંચાલની નિમણૂક કરાઈ છે. બનાસકાંઠા જિલ્લામાંથી આજે ત્રણ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. ચૂંટણી પૂર્વે જ વહીવટી સરળતા ખાતર કરવામાં આવેલી બદલીઓમાં ડીસાના નાયબ કલેક્ટરનો પણ સમાવેશ થાય છે. ડીસા નાયબ કલેકટર યુ એસ શુક્લને નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલોપમેન્ટ અને ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીમાં નાયબ કલેક્ટર તરીકે મુકાયા છે. જ્યારે તેમની જગ્યાએ ડીસા નાયબ કલેક્ટર તરીકે ખેડા જિલ્લા પુરવઠા અધિકારી નેહા પંચાલની નિમણૂક થઈ છે.


