સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના આદસંગ ચોકડી પાસે કમલેશભાઈ શિવરામભાઈની વાડી પાસે પાંખમાં ઈજા થયેલ રેવીદેવી પ્રજાતિનું ઘુવડ જોવા મળ્યું હતું આ પક્ષી ઉડી ન શકવાથી વાડી પાસે બેઠું હતું. ગ્રામજનોએ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સતિષભાઈ પાંડેને જાણ કરતાં સોહીલભાઇ,પ્રિયંકભાઇ, જુબેરભાઇ તેઓ તાત્કાલિક આ સ્થળે પહોંચી ગયા હતાં અને વન વિભાગને જાણ કરી સાવરકુંડલા પશુ દવાખાને વેટરનરી ડોક્ટર પાસે સારવાર કરાવી નોર્મલ રેન્જ સાવરકુંડલા ખાતે પહોંચતું કરી દીધું હતું. આ રેવીદેવી ઘુવડનો મુખ્ય ખોરાક ઉંદર છે અને ખેતરમાં અનાજ તથા પાકને નુંકસાન કરતા ઉંદરોની સંખ્યા પર નિયંત્રણ રાખે છે જેથી આ પક્ષી ખેડુતનું મિત્ર પણ ગણવામાં આવે છે.


