Gujarat

ખેલ મહાકુંભની જામનગર શહેરની બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ  

ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગર સંચાલિત ખેલ મહાકુંભ-૨૦૨૨ની જામનગર શહેરકક્ષાની બેડમિન્ટન ભાઈઓ-બહેનોની સ્પર્ધા તા.૨૧/૦૩/૨૦૨૨ થી તા.૨૩/૦૩/૨૦૨૨ દરમ્યાન જે.એમ.સી.સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ,જામનગર ખાતે યોજાયેલ. જેમાં જામનગર શહેરનાં અંડર-૧૪, અંડર-૧૭,અબવ-૧૭, અબવ-૪૦ તેમજ અબવ-૬૦ સુધીના ૬૧૫ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના સમાપન પ્રસંગે જિલ્લા રમત ગમત અધિકારીશ્રી નીતાબેન વાળા,પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.ડી.પરમાર, નેહરુ યુવા કેન્દ્ર જામનગર જિલ્લા સંયોજકશ્રી શિખર રસ્તોગી ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્યા/ દ્રષ્ટિ          

khel-mahakumbh-spardhao-6.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *