Gujarat

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઇ ચનીયારાનાં હસ્તે ખેલ મહાકુંભની જામનગર જીલ્લાકક્ષા હેન્ડબોલ બહેનો સ્પર્ધાનો શુભારંભ કરાયો

ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગર સંચાલિત ખેલ મહાકુંભ-૨૦૨૨ની જામનગર જિલ્લાકક્ષા હેન્ડબોલ બહેનો સ્પર્ધા તા.૨૩/૦૩/૨૦૨૨નાં ધ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધ્રાંગડા યોજાયેલ. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારાનાં વરદ હસ્તે સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવેલ હતો તેમજ દરેક ભાગ લેનાર ખેલાડીઓને પ્રોત્સાહિત કાર્ય અને સૌ ખેલાડીઓ ખેલદિલીની ભાવનાથી રમે અને રાજ્ય તેમજ દેશનું ગૌરવ વધારે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.આ સ્પર્ધામાં કુલ ૨૧૬ જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારા, શાળા ટ્રસ્ટીશ્રી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગરના પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી ભગીરથસિંહ જાડેજા,કોચીસ,રેફરીઓ, એસોસિએશનના હોદેદારો, ખેલાડીઓના વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

khel-mahakumbh-spardhao-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *